Vadodara: પશુપાલકો બાદ હવે ખેડૂતોના મુદ્દે ધારાસભ્ય કેતન ઈનામદાર લડી લેવાના મૂડમાં, નર્મદાનું પાણી ન મળતા આંદોલન છેડવા ચીમકી

Vadodara: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર પશુપાલકો બાદ હવે ખેડૂતોના મુદ્દે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. નર્મદા નિગમના અધિકારીઓની આડોડાઈને કારણે ખેડૂતો પાણીથી વંચિત રહેતા હોવાનો ઈનામદારે આક્ષેપ કરતા ખેડૂતોના પ્રશ્નો મુદ્દે આંદોલનનું શસ્ત્ર ઉગામવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Vadodara: પશુપાલકો બાદ હવે ખેડૂતોના મુદ્દે ધારાસભ્ય કેતન ઈનામદાર લડી લેવાના મૂડમાં, નર્મદાનું પાણી ન મળતા આંદોલન છેડવા ચીમકી
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 15, 2023 | 10:51 PM

Vadodara : પશુપાલકોને યોગ્ય ભાવ આપવાના મુદ્દે ભૂતકાળમાં બરોડા ડેરીના સંચાલકો સામે આંદોલન છેડનાર કેતન ઇનામદારે હવે નવા મુદ્દે ખેડૂતોની વ્હારે આવ્યા છે અને આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.આ વખતે તેઓના નિશાના ઉપર છે નર્મદા નિગમના અધિકારીઓ.

પશુપાલકો બાદ ખેડૂતોના મુદ્દે કેતન ઈનામદાર આક્રમક મૂડમાં

કેતન ઇનામદારનો આક્ષેપ છે કે કે નર્મદા નિગમના અધિકારીઓની આડોડાઈને કારણે જિલ્લાના ખેડૂતોને વરસાદ પછી જે સમયસર પાણી મળવું જોઈએ તે મળતું નથી. જિલ્લા કલેકટર કચેરીના ધારાસભા હોલ ખાતે શનિવારે વડોદરા જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના તમામ ધારાસભ્યો અધિકારી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના ધારાસભ્યો દ્વારા વિવિધ સળગતા વિષયો ઉપર આ સંકલન બેઠકમાં રજૂઆતો કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ખેડૂતલક્ષી વિવિધ પ્રશ્નો અગ્રસ્થાને રહ્યા હતા.

નર્મદા નિગમના અધિકારીઓની આડોડાઈના કારણે ખેડૂતોને પાણી નથી મળતુ- કેતન ઈનામદાર

વડોદરા જિલ્લાની સંકલનની બેઠકમાં ખેડૂતોના મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ઉગ્ર રજુઆત કરતા જણાવ્યું કે ખેડૂતોને આ વખતે પાણી નહીં મળે તો હજારો ખેડૂતોને સાથે રાખી આંદોલન છેડીશ, નર્મદા નિગમના અધિકારીઓના આડોડાઈને કારણે ખેડૂતોને પાણી નહિ મળતું હોવાનો આક્ષેપ કરતા કેતન ઇનમદારે જણાવ્યું કે 15 મી માર્ચ પછી 31 જૂન સુધી રીપેરીંગ અને મેન્ટેનન્સનું કામ કરવાનું હોય છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

પરંતુ નિગમના અધિકારીઓ આ મુદ્દે આળસુ વલણ રાખે છે અને વિવિધ બહાના કરી સમયસર કામગીરી પુરી નહીં કરતા હોવાથી વરસાદ પછી સિંચાઈ માટે જરૂરી પાણી ખેડૂતોને મળતું નથી.

વરસાદ બંધ થાય પછી ખેડૂતોને પાણીની જરૂર પડે છે આ અંગે દર વર્ષે અમે રાજુઆત કરીએ છે પરંતુ અધિકારીઓ વિવિધ બહાના કરી પાણી આપતા નથી. જેથી ખેડૂતો ને નુકસાન થાય છે. આ વખતે એડવાન્સમાં રજુઆત કરીએ છે અને જો આ વખતે ખેડૂતોને તકલીફ પડશે તો હજારો ખેડૂતોને સાથે રાખીને આંદોલન છેડવામાં આવશે. કેતન ઇનમદારે વધુમાં જણાવ્યું કે આ મુદ્દે હું મુખ્યમંત્રીને પણ રજુઆત કરવાનો છું.

વડોદરા વાઘોડિયાના ખેડૂતોને 24 કલાક વીજળી આપો: ધર્મેન્દ્ર સિંહ વાઘેલા

વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ખેડૂતોને 24 કલાક વીજળી આપવાનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે વાઘોડિયા અને વડોદરાના ખેડૂતો ને 8 કલાક પૂરતી વીજળી મળતી નથી. જેથી ખેડૂતોને પારાવાર મુશેકેલીઓનો સામનો કરવો પડે છે. વડોદરા તથા વાઘોડિયાના ખેડૂતો ને 24 કલાક વીજળી આપવા માટેની વહેલી તકે વ્યવસ્થા ગોઠવવા તેઓએ માંગ કરી હતી.

કરજણ હાઇવે પર અકસ્માતો ઘટાડવા અક્ષય પટેલની રજુઆત

અકસ્માત ઝોન બની ગયેલ કરજણ હાઇવે પર અકસ્માતો ઘટાડવા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા બેઠકમાં રજુઆત કરવામાં આવી હતી, યોગ્ય અંતરે કટ નહીં આપવામાં આવ્યા હોવાને કારણે રાત્રીના સમયે અકસ્માતોનું પ્રમાણ વધુ હોવાનો મત વ્યક્ત કરતા અકસ્માત સ્થળો નજીક યોગ્ય કટ આપવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : વિશ્વામિત્રી નદીનું ધોવાણ અટકાવવા મહિલાઓની અનોખી પહેલ, પ્લાસ્ટિક બોટલોથી ઈકો બ્રિક બનાવવાનુ શરૂ કર્યુ અભિયાન

ધારાસભ્યોની રજુઆત બાદ કલેકટર દ્વારા અધિકારીઓને ખેડૂતોના પ્રશ્નો મુદ્દે આદેશ

જિલ્લા સંકલનની બેઠકમાં સિંચાઇના પાણી મામલે ધારાસભ્યોની રજૂઆત બાદ જિલ્લા કલેકટર એ બી ગોરે સિંચાઇ વિભાગના અધિકારીઓને સંકલન કરી ને ખેડૂતોને મુશ્કેલી ના પડે તેવી રીતે ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા તથા ખેડૂતોને 8 કલાક વીજળી માટે MGVCL માં અધિકારીઓને યોગ્ય કરવા સૂચના આપી હતી.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">