Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટની પ્રાથમિક પૂછપરછ કરાઈ, મુખ્ય આરોપી અશોક જૈનની શોધખોળ તેજ

વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટની પ્રાથમિક પૂછપરછ કરાઈ છે. તે કોની મદદથી ક્યાં ભાગ્યો હતો અને ક્યાં રોકાયો હતો તે અંગે પૂછપરછ કરાઈ છે.

Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટની પ્રાથમિક પૂછપરછ કરાઈ, મુખ્ય આરોપી અશોક જૈનની શોધખોળ તેજ
Preliminary interrogation of accused Raju Bhatt in Vadodara Gotri rape case ( File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 1:25 PM

વડોદરાના(Vadodara)  ગોત્રી દુષ્કર્મ કેસની(Gotri rape case)  તપાસ તેજ કરી દેવાઈ છે. આરોપી રાજુ ભટ્ટની( Raju Bhatt)  પૂછપરછનો દોર શરૂ થઈ ગયો છે.  મંગળવારે  રાત્રે RT-PCR ટેસ્ટ કરાવવા માટે તેને ક્રાઈમ બ્રાન્ચથી એસએસજી હોસ્પિટલ લઈ જવાયો હતો. જયારે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ  આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલા રાજુ ભટ્ટની પ્રાથમિક પૂછપરછ કરાઈ છે. તે કોની મદદથી ક્યાં ભાગ્યો હતો અને ક્યાં રોકાયો હતો તે અંગે પૂછપરછ કરાઈ છે..રાજુ ભટ્ટને મદદ કરનાર હજુ કેટલાક લોકો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે. તો બીજી તરફ રાજુ ભટ્ટના પુત્ર, ડ્રાઈવર સહિતના કેટલાક લોકોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચથી વડોદરા લઈ જવાયા છે. રાજુ ભટ્ટને છૂપાવવા અને ભાગવામાં મદદ કરવા મુદ્દે તમામની પૂછપરછ કરાઈ રહી છે..

એકતરફ રાજુ ભટ્ટની પૂછપરછ ચાલી રહી છે તો બીજીતરફ બીજા મુખ્ય આરોપી અશોક જૈનની આગોરતા જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી છે.પોલીસની ટીમો દ્વારા આરોપી અશોક જૈનની શોધખોળ ચાલી રહી છે.. અશોક જૈનની શોધખોળ માટે 7 ટીમો કાર્યરત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અશોક જૈન  ગુજરાત બહાર ભાગ્યો હોવાની શક્યતા છે.. અશોક સાથે સતત સંપર્કમાં રહેનાર સામે પણ કાર્યવાહી થાય તેવી શક્યતા છે.

આ ઉપરાંત આરોપી રાજુ ભટ્ટના (Raju Bhatt) પરિવારજનોને અમદાવાદથી રાઉન્ડ અપ કરીને વડોદરા લઇ જવાયા છે. વડોદરા પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની મદદથી 5 સભ્યોને રાઉન્ડ અપ કર્યા છે. તેમજ પરિવારજનો પર રાજુ ભટ્ટને ભગાડવામાં મદદગારીનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના(Vadodara) ગોત્રી દુષ્કર્મ કેસના(Gotri Rape Case) આરોપી રાજુ ભટ્ટના મદદગાર હોટેલ માલિકની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. જેની પોલીસ દ્વારા આખી રાત પૂછપરછ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસને તેમાં અનેક નવા પુરાવા અને બાતમી મળી શકે છે.

જયારે બીજી તરફ આરોપી રાજુ ભટ્ટના નિવાસે સર્ચ દરમિયાન વિદેશી દારૂ અને ત્રણ કાર કબ્જે કરવામાં આવી હતી.વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં હાર્મોની હોટલના માલિક અને નંદન કુરિયરના એમડી કાનજી મોકરિયાની પોલીસે ધરપકડ કરી છે. પીડિત યુવતી નિસર્ગ ફલેટમાં રહેવા ગઈ હતી તે પહેલા કાનજી મોકરિયાની હોટલમાં 20 દિવસ રોકાઈ હતી.

આ પણ વાંચો : રાજયમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો, આ તાલુકામાં 1 થી 9 ઇંચ સુધી વરસાદ ખાબક્યો, વાંચો કયાં-કેટલા ઇંચ વરસાદ ?

આ પણ વાંચો: Nansari ના ગણદેવીમાં દેવધા ડેમ પાસે યુવકને સ્ટંટ ભારે પડ્યો, જુઓ વિડીયો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">