રાજયમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો, આ તાલુકામાં 1 થી 9 ઇંચ સુધી વરસાદ ખાબક્યો, વાંચો કયાં-કેટલા ઇંચ વરસાદ ?
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. તો સુરતના પલસાણામાં 8 ઇંચ, ડાંગના આહવામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં આજે પણ મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 128 તાલુકાઓમાં 1 ઇંચથી 9 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યના 190 તાલુકામાં વરસાદે બેટિંગ કરી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. તો સુરતના પલસાણામાં 8 ઇંચ, ડાંગના આહવામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વલસાડ, ગરુડેશ્વર, કપરાડા, ડેડિયાપાડામાં 5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 90 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 102 ટકા, કચ્છમાં 93 ટકા વરસાદ થઇ ચુક્યો છે.
24 કલાકમાં ગુજરાતના વિવિધ શહેરોના વરસાદી આંકડા
વરસાદી આંકડા પર એક નજર કરીએ, ઉમરપાડામાં 9 ઈંચ, પલસાણામાં 8 ઈંચ, આહવા 6.5 ઈંચ, વલસાડ 5.5 ઈંચ, ગરુડેશ્વર 5 ઈંચ, કપરાડા 5 ઈંચ, ધોલેરા 5 ઈંચ, ડેડિયાપાડા 5 ઈંચ, તિલકવાડા 5 ઈંચ, ખંભાત 4.5 ઈંચ, નિઝર 4.5 ઈંચ, હાંસોટ 4.5 ઈંચ, વઘઈ 4 ઈંચ, ધોળકા 4 ઈંચ, લોધિકા 4 ઈંચ, ધંધુકા 4 ઈંચ, વડોદરા 4 ઈંચ, સુરત શહેર 4 ઈંચ, ગોંડલ 4 ઈંચ, નાંદોદ 4 ઈંચ, ચોર્યાસી 4 ઈંચ, નસવાડી 4 ઈંચ, વાગરા 4 ઈંચ, વાલિયા 4 ઈંચ, ગણદેવી 4 ઈંચ, અંકલેશ્વર 4 ઈંચ, કામરેજ 3.5 ઈંચ, ખેરગામ 3.5 ઈંચ, બોટાદ 3.5 ઈંચ, ચોટીલા 3 ઈંચ, જામકંડોરણા 3 ઈંચ, નડિયાદ 3 ઈંચ, સાપુતારામાં 11 ઇંચ, વઘઇમાં 5, સુબિરમાં 4 ઈંચ વરસાદ
ઝોન પ્રમાણે સરેરાશ વરસાદ
કચ્છ – 93.60 ટકા ઉત્તર ગુજરાત – 70.93 ટકા પૂર્વ મધ્ય ગુજરાત – 81.17 સૌરાષ્ટ્ર – 102.63 દક્ષિણ ગુજરાત – 89.63 ગુજરાત – 89.99
કયા મહિનામાં કેટલો વરસાદ ?
જુન મહિનામાં રાજ્યમાં સરેરાશ 4.81 ઇંચ જુલાઇ મહિનામાં રાજ્યમાં સરેરાશ 6.83 ઇંચ ઓગસ્ટમાં રાજ્યમાં સરેરાશ 2.61 ઇંચ સપ્ટેમ્બરમાં રાજ્યમાં સરેરાશ 15.76 ઇંચ રાજ્યમાં કુલ સરેરાશ 30 ઇંચ વરસાદ
કયા તાલુકામાં કેટલો વરસાદ ?
રાજ્યના 251 તાલુકામાં સરેરાશ 30 ઇંચ વરસાદ 56 તાલુકામાં સરેરાશ 40 ઇંચ વરસાદ 123 તાલુકામાં સરેરાશ 20-40 ઇંચ 70 તાલુકામાં સરેરાશ 10-20 ઇંચ વરસાદ 2 તાલુકામાં સરેરાશ 5-10 ઇંચ
કયા ઝોનમાં કેટલો વરસાદ ?
દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સૌથી વધારે સરેરાશ 52 ઇંચ સૌરાષ્ટ્રમાં સરેરાશ 28.75 ઇંચ વરસાદ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 33.88 ઇંચ વરસાદ પૂર્વ મધ્ય ગુજરાતમાં સરેરાશ 26.16 ઇંચ કચ્છ ઝોનમાં સરેરાશ 16.56 ઇંચ વરસાદ
હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાથે જ 30મી સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે અને દરિયાકિનારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે.