VADODARA : વિધાનસભા ચૂંટણી-2022 અંગે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કર્યો હુંકાર, જાણો શું કહ્યું

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ પેહલા પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2022માં ચૂંટણી લડવાની અને જીતવાની વાત કરી ચુક્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 5:08 PM

VADODARA : પોતાના વિવાદિત નિવેદનોથી હંમેશા ચર્ચામાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એક નિવેદન આપ્યું છે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી – 2022 અંગે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હુંકાર કર્યો છે. તેમણે કહ્યું કે 2022 વિધાનસભા ચૂંટણીમાં તેઓ ચૂંટણી લડશે અને જીતશે. તેમણે કહ્યું, “હું છ વખત જીત્યો અને 7મી વખત પણ લડીશ જીતીશ, મારી ઉંમરમાં હું 27-28 વર્ષનો લાગુ છું. આ વખખે પણ હું લડવાનો છું.હું પહેલાથી મંત્રાલયમાં છું મને જે નિગમ આપ્યું છે તે સ્વતંત્ર હવાલો છે.”

ઉલ્લેખનીય છે કે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ પેહલા પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી – 2022માં ચૂંટણી લડવાની અને જીતવાની વાત કરી ચુક્યા છે. ગત મહીને ડભોઇના કાર્યક્રમમાં ભાજપ શાસિત બરોડા ડેરીના શાસકો પર ગંભીર આક્ષેપો કરી સાતમી વાર પણ ધારાસભ્ય બનવાનો દાવો કર્યો હતો, જેનાથી વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. તેમણે મીડિયા સમક્ષ બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કરી કહ્યું હતું કે, ડેરીના શાસકો પોતાનું ઘર ભરી રહ્યા છે. ડેરીના સભ્યોને ભરણા આપવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત તેમણે પાદરાનાના એક કાર્યક્રમમાં પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. ગત મહીને વખતે મધુ શ્રીવાસ્તવે જાહેરમંચ પરથી કામ ન કરનાર અધિકારીઓને ધમકી આપી. પાદરા અન્ન વિતરણ કાર્યક્રમમાં પહોંચેલા વાઘોડિયાના ધારાસભ્ય શ્રીવાસ્તવે કામ ન કરતા અધિકારીઓને ચૌદમું રતન બતાવવાની ધમકી આપી હતી. ગુજરાતી કહેવત ચૌદમું રતન દેખાડવું એટલે માર મારવો કે પ્રહાર કરવાનો અર્થ થાય છે.તેમના આ નિવેદનથી પણ ઘણો વિવાદ થયો હતો.

આ પણ વાંચો : VADODARA : નવા પ્રધાનમંડળ અંગે સીનીયરોમાં નારાજગી વિશે નવા વનમંત્રીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો : RAJKOT : મહેસુલ ખાતામાં ભ્રષ્ટાચાર અંગે નવા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન, જાણો શું કહ્યું

Follow Us:
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">