AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાના નવા મેયર એક્શનમાં, ગીતા મકવાણાએ પ્રી-મોન્સૂન કામગીરીનું કર્યું નિરીક્ષણ, જુઓ Video

વડોદરાના નવા મેયર ગીતા મકવાણાએ પ્રી-મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમણે ઉત્તર ઝોનમાં ભૂખી કાંસ અને ખાડા પૂરવાની કામગીરી ચકાસી. મેયરનું કહેવું છે કે ચોમાસા પહેલા તમામ ખાડા પૂરવા શક્ય નથી.

વડોદરાના નવા મેયર એક્શનમાં, ગીતા મકવાણાએ પ્રી-મોન્સૂન કામગીરીનું કર્યું નિરીક્ષણ, જુઓ Video
| Updated on: Jun 01, 2026 | 5:45 PM
Share

વડોદરામાં વરસાદ પહેલા વડોદરા મહાનગરપાલિકાની નવી ટીમ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના નવા મેયર ગીતા મકવાણા સહિત પાંચ પદાધિકારીઓએ પોતાનો ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ પ્રી-મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ શરૂ કર્યું છે. આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસા પહેલા પાણી ભરાવાની અને અન્ય સમસ્યાઓને નિયંત્રિત કરવાનો છે.

મેયર ગીતા મકવાણાએ ઉત્તર ઝોનમાં ચાલતી કામગીરીની ચકાસણી કરી હતી. આ દરમિયાન, તેમણે ભૂખી કાંસની સફાઈ અને રસ્તા પરના ખાડા પૂરવાની કામગીરી પર વિશેષ ધ્યાન આપ્યું હતું.

ભૂખી કાંસનો મુદ્દો અગાઉ પણ ગટમમાં ઘણી ચર્ચામાં રહ્યો હતો. મેયરે ભૂખી કાંસના વ્યવસ્થિત રીતે શરૂઆત કરવા પર ભાર મૂક્યો, જેથી આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા અટકાવી શકાય. તેમણે જણાવ્યું કે કામગીરી અધૂરી રહી હોય ત્યાં તેને આગળ વધારવામાં આવશે. દક્ષિણ ઝોનમાં પણ અગાઉ કાંસની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે હજુ પ્રગતિમાં છે.

પાણીના અવરોધો દૂર કરવાની કામગીરી

રસ્તા પરના ખાડાઓ વિશે મેયર ગીતા મકવાણાએ સ્પષ્ટતા કરી કે, ચોમાસા પહેલા શહેરના તમામ રસ્તાના ખાડા પૂરવા શક્ય નથી. જોકે, તેમણે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, પ્રી-મોન્સૂનની તમામ કામગીરી, ખાસ કરીને પાણીના નિકાલ અને ભરાયેલા પાણીના અવરોધો દૂર કરવાની કામગીરી 15 જૂન પહેલા પૂર્ણ કરી દેવામાં આવે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ કામગીરી સતવરે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. મેયરે અધિકારીઓ અને તેમની ટીમને કડક ભાષામાં સૂચનો આપ્યા છે, કારણ કે હજી પણ કામગીરીમાં સુધારાની જરૂરિયાત જણાતી હતી.

વડોદરામાં અવારનવાર પૂરની સ્થિતિ સર્જાતી હોય છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા હોય છે. આથી, નવી બનેલી ટીમે આ સમસ્યાના નિવારણ માટે સઘન નિરીક્ષણ અને સમીક્ષા હાથ ધરી છે. મેયરે એ પણ નોંધ્યું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી ખુલ્લા ખોદેલા ખાડાઓ અકસ્માતનો ભય ઉભો કરે છે.

આવા ખાડાઓના પુરાણ માટે પણ સૂચનો અપાયા છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે. જરૂર પડ્યે વધુ તપાસ અને નિરીક્ષણ કરવામાં આવશે. તેમણે નાગરિકોના ફોન અને સૂચનોને પણ આવકાર્યા છે અને વોર્ડવાઈઝ કાઉન્સિલરો પાસેથી માહિતી મેળવી ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી છે. આ સમગ્ર અભિયાનનો હેતુ વડોદરા શહેરને આગામી ચોમાસા માટે સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાનો છે.

ગુજરાત બનશે ચિત્તાઓનું નવું ઘર, કુનો બાદ હવે કચ્છના આ મેદાનોમાં થશે સ્થાનાંતરણ, જાણો

Follow Us
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
g clip-path="url(#clip0_868_265)">