AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દિલ્હી, વડોદરા અને કચ્છ સહિત કુલ 30 જગ્યાએ IT વિભાગના દરોડા, વડોદરાના બે મોટા કેમિકલ ગ્રુપ ઉપર તવાઇ

વડોદરાના નંદેસરીમાં પ્લાન્ટ ધરાવતા શિવ પ્રકાશ ગોયલ અને જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રુપમાં આવકવેરા વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. વડોદરાના અન્ય એક ગ્રુપ પ્રકાશ કેમિકલ ઉપર પણ આવકવેરા વિભાગ ત્રાટક્યુ છે.

Breaking News : દિલ્હી, વડોદરા અને કચ્છ સહિત કુલ 30 જગ્યાએ IT વિભાગના દરોડા, વડોદરાના બે મોટા કેમિકલ ગ્રુપ ઉપર તવાઇ
વડોદરામાં ITની રેડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 11:14 AM
Share

Vadodara : આવકવેરા વિભાગે દિલ્હી, વડોદરા અને કચ્છ મળી કુલ 30થી પણ વધુ જગ્યાએ સર્ચ ઓપરેશન (Search operation) શરુ કર્યુ છે. વડોદરાના બે મોટા કેમિકલ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગના દરોડા (IT raid) પાડવામાં આવ્યા છે. વડોદરાના નંદેસરીમાં પ્લાન્ટ ધરાવતા શિવ પ્રકાશ ગોયલ અને જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રુપમાં આવકવેરા વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. વડોદરાના અન્ય એક ગ્રુપ પ્રકાશ કેમિકલ ઉપર પણ આવકવેરા વિભાગ ત્રાટક્યુ છે. તપાસના અંતે મોટાપાયે કરચોરી મળી આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો-Gujarat Video: વડોદરામાં રખડતી રંઝાડનો આતંક યથાવત, વધુ એક નાગરિકનું રખડતા ઢોરની અડફેટે આવતા મોત

વાસ્તવમાં દિલ્હી, વડોદરા અને કચ્છ  મળી 30થી વધુ સ્થળો પર કેટલાક વેપારીઓ કરચોરી અને રાજકીય ભંડોળના કારણે આવકવેરાના રડાર પર હતા. જે પછી આવકવેરા વિભાગે અહીં રેડ કરી છે. પછી જ કેટલા બેનામી વ્યવહારો છે અને સાથે જ કેટલા ગેરકાયદે દસ્તાવેજો છે તે બહાર આવશે. કંપની દ્વારા કયા પ્રકારના વ્યવહારો કરવામાં આવ્યા છે. આ બધી જ બાબતોની જાણકારી એક બે દિવસની અંદર મળી રહેશે. જો કે હાલમાં આઇટી વિભાગ તમામ સ્થળે તપાસ કરી રહ્યુ છે.

ખાસ કરીને વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં બે મોટા કેમિકલ ગ્રુપ ઉપર તવાઇ બોલાવવામાં આવી છે. તો  નંદેસરીમાં પ્લાન્ટ ધરાવતા શિવ પ્રકાશ ગોયલ અને જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રુપમાં આવકવેરા વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. વડોદરાના અન્ય એક ગ્રુપ પ્રકાશ કેમિકલ ઉપર પણ આવકવેરા વિભાગ ત્રાટક્યુ છે.

હાલમાં તો આવકવેરા વિભાગ દ્વારા કરચોરીને પકડવા માટે પ્રાથમિક પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જો કે આ તપાસ હજુ થોડા દિવસ સુધી ચાલુ રાખવામાં આવી છે. જે પછી કેટલી કરચોરી થઇ છે તે અંગે કોઇ ચોક્કસ માહિતી સામે આવશે. મહત્વની વાત એ છે કે મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. જેથી જ આ પ્રક્રિયામાં સમય લાગશે અને સાથે જ કરચોરીની વિગત મેળવવામાં વિલંબ થઇ શકે છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
g clip-path="url(#clip0_868_265)">