Bharuch: સોનાની લૂંટનો મામલો, વડોદરાથી ઝડપાયેલા ત્રણેય આરોપીઓનો કબજો ભરૂચ પોલીસને સોંપાયો

શિનોર પોલીસે ગઈકાલે સેગવા ચોકડી નજીકથી ત્રણ લૂંટારુંઓ અને કારને ઝડપી પાડયા હતા. શિનોર પોલીસે રિકવર કરેલો મુદ્દામાલ તેમજ ત્રણેય આરોપીઓને ભરૂચ પોલીસને હવાલે કર્યા છે.

Bharuch: સોનાની લૂંટનો મામલો, વડોદરાથી ઝડપાયેલા ત્રણેય આરોપીઓનો કબજો ભરૂચ પોલીસને સોંપાયો
Bharuch gold robbery case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 10:06 AM

Bharuch: ભરૂચના નબીપુરથી ઝનોર રોડ પર પિસ્તોલની અણીએ બે કાર લઈ આવેલા લૂંટારુંઓએ સોનીની કારને ઘેરી પિસ્તોલની અણીએ રૂપિયા 1 કરોડના સોના સહિત રોકડની લૂંટ (Robbery) ચલાવી હતી. લૂંટના બનાવ બાદ ભરૂચ પોલીસે (Bharuch Police) આરોપીઓની શોધખોળ હાથ ઘરી હતી. ભરૂચ તેમજ વડોદરા જિલ્લામાં પણ નાકાબંધી કરવામાં આવી હતી. ત્યારે શિનોર પોલીસે ગઈકાલે સેગવા ચોકડી નજીકથી ત્રણ લૂંટારુંઓ અને કારને ઝડપી પાડયા હતા. શિનોર પોલીસે રિકવર કરેલો મુદ્દામાલ તેમજ ત્રણેય આરોપીઓને ભરૂચ પોલીસને હવાલે કર્યા છે.

શિનોર પોલીસે ત્રણેય લૂંટારુંઓને કાર સહિત ઝડપી પાડ્યા

લૂંટના બનાવ બાદ ભરૂચ તેમજ વડોદરા પોલીસ એલર્ટ હતી. બંને જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર નાકાબંધી કરવામાં આવી હતી. તો વડોદરાના શિનોર તાલુકામાં તમામ રાજ્યઘોરી માર્ગો પર શિનોર પોલીસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન લૂંટારૂઓની કાર સેગવા ચોકડી ખાતે આવી ચઢતા શિનોર પોલીસ દ્વારા કારને ચેક કરતા કાર ચાલકે કાર ભગાડવાની કોશિશ કરી હતી. તો પોલીસે કારનો પીછો કરીને ત્રણેય લૂંટારુંઓને કાર સહિત દબોચી લીધા હતા.

વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર

આ પણ વાંચો Breaking News : ભરૂચમાં ઝનોર નજીક જવેલર્સને લૂંટી લેવાયો, બંદુકની અણીએ 200 તોલા સોનાની લૂંટથી ભરૂચ પોલીસ હલી ઉઠી, જુઓ Video

મુખ્ય સૂત્રધાર રાજુ મારવાડી સહિતના ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ

સેગવા પોલીસે ઝડપી પાડેલા ત્રણ આરોપીઓમાં સંદીપ બાબુભાઇ પટેલ મહેસાણાના ભાંડુ ગામનો છે, તો બાકીના બંને આરોપી કરણ ભાવેશભાઈ પટેલ અને પ્રવીણ દિલીપભાઈ વાઘ નાસીકના રહેવાસી છે. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર રાજુ મારવાડી સહિતના ત્રણ ફરાર આરોપીઓ હજુ ફરાર છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ભરૂચમાં લૂંટ કરનાર લૂંટારુઓની વધુ એક કાર પણ મળી આવી

વડોદરા ગ્રામ્ય પોલીસ, LCB અને સ્થાનિક શિનોર પોલીસે સેગવા ચોકડીથી રાજપીપલા તરફના મુખ્ય માર્ગ પર વધુ તપાસ હાથ ધરતા લૂંટારુંઓની અન્ય એક કાર પણ મળી આવી છે. લૂંટારુંઓ બીજી કાર રંગસેતુ નર્મદા નદીના બ્રિજ પાસે મૂકી ફરાર થયા હતા. પોલીસે રિકવર કરેલો મુદ્દામાલ તેમજ ત્રણેય આરોપીઓને ભરૂચ પોલીસને હવાલે કર્યા છે.

ભરૂચ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">