હવાલા કૌભાંડની તપાસનો રેલો કચ્છ સુધી પહોંચ્યો, બોર્ડર નજીક 6 મસ્જિદોમાં SITની તપાસ

સિનિયર પોલીસ અધિકારીએ આ અંગે કહ્યું કે- લાખો રૂપિયા અને ડોનેશનના નામે હવાલા કાંડ ચલાવાતો હતો, જેમાં છ મસ્જિદો દ્વારા મદરેસા પણ ચલાવવામાં આવતા હતા. આ મસ્જિદો ભારત સાથે જોડાયેલી પાકિસ્તાનની બોર્ડરથી ઘણી જ નજીકમાં આવેલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 12:04 PM

દુબઈથી આવતા ભંડોળના કેસમાં તપાસનો રેલો કચ્છમાં આવેલી ભારત-પાકિસ્તાનની બોર્ડર સુધી પહોંચ્યો છે. હવાલા કાંડની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ કચ્છમાં ભારત-પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલી છ મસ્જિદો સુધી પહોંચી ગઈ છે. SIT દુબઈથી આવતા રૂપિયાના કેસમાં તપાસ કરી રહી હતી, જેમાં હવાલા કાંડનું દુબઈથી ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે.

સિનિયર પોલીસ અધિકારીએ આ અંગે કહ્યું કે- લાખો રૂપિયા અને ડોનેશનના નામે હવાલા કાંડ ચલાવાતો હતો, જેમાં છ મસ્જિદો દ્વારા મદરેસા પણ ચલાવવામાં આવતા હતા. આ મસ્જિદો ભારત સાથે જોડાયેલી પાકિસ્તાનની બોર્ડરથી ઘણી જ નજીકમાં આવેલી છે. પોલીસે આ મસ્જિદના સંચાલકો સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે તેમને આ ફંડ સલાઉદ્દીન શેખ પાસેથી મળતું હતું. જે હવાલા રેકેટનો મુખ્ય આરોપી છે.

પોલીસનો દાવો છે કે હવાલા કાંડ સહિત ધર્મ પરિવર્તનના રેકેટ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે, પોલીસ પાસે મસ્જિદના નામે જેમણે રૂપિયા સ્વીકાર્યા છે તેમના નિવેદનો છે. સલાઉદ્દીન શેખ દ્વારા રૂપિયા મોકલવા માટે આફ્મી ટ્રસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે અમે સામાજિક સેવાના નામે આ મસ્જિદોને મોકલવામાં આવતા ફંડ અને શેખના રૂપિયા મોકલવાના રૂટ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરાયેલી તપાસમાં જે મસ્જિદોના નામ સામે આવ્યા છે તેમાં મોટા દીનારાની મોહમ્મદી મસ્જિદ, ખાવડામાં આવેલી મસ્જિદ-એ-સલીમ અક્લી, મસ્જિદ-એ-બિલાલ, મસ્જિદ-એ-અમીન, ઝક્કરિયા વાસમાં આવેલી મસ્જિદ-એ-આઈશા અને નખત્રાણા ગામમાં આવેલી મસ્જિદ-એ-આક્શાનો સમાવેશ થાય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">