Vadodara: STના અભાવથી વિદ્યાર્થી મુસાફરોની હાલત ઘેટા-બકરાં જેવી ! વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ

વડોદરાના (Vadodara) સાવલીના વિદ્યાર્થીઓને રોજે રોજ આવો સંઘર્ષ કરીને અભ્યાસ માટે આણંદ (Anand) જવુ પડે છે. જેના કારણે અંતે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવવો પડ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 12:47 PM

56 સીટની બેઠક ક્ષમતા ધરાવતી ST બસમાં 110 વિદ્યાર્થીઓને (Students) મુસાફરી કરવાનો વારો આવે તો વિદ્યાર્થીઓની શું સ્થિતિ થાય ? વડોદરાના (Vadodara) સાવલીમાં આવી જ કઇક સ્થિતિ જોવા મળી છે. જેમાં એક બસમાં ઉભા રહેવાની તો ઠીક પગ મુકવાની પણ જગ્યા નથી. લટકી લટકીને વિદ્યાર્થીઓએ ઉભા ઉભા જવુ પડે છે. વડોદરાના સાવલીના વિદ્યાર્થીઓને રોજે રોજ આવો સંઘર્ષ કરીને અભ્યાસ માટે આણંદ જવુ પડે છે. જેના કારણે અંતે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવવો પડ્યો. ધારાસભ્ય કેતન ઇનામદારે (MLA Ketan Inamdare) પણ તેમની સાથે જોડાયા હતા. જે પછી ST વિભાગે તેના પર તરત એક્શન લેવી પડી.

વડોદરાથી આણંદ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા 110 છે, જેની સામે માત્ર એક જ બસ હોવાથી ન છૂટકે આ વિદ્યાર્થીઓને જીવનું જોખમ ખેડવુ પડે છે અને ST બસનો સહારો લેવો પડે છે. જોકે આજે તો વિદ્યાર્થીઓની સહનશક્તિ ખૂટી ગઇ હતી અને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી દીધો હતો. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે 56ની સીટમાં 100થી વધુ વ્યક્તિઓને બેસાડવામાં આવે છે. આવતીકાલનું ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓને જોખમ સાથે પ્રવાસ કરવો પડે છે.

તો બીજી તરફ પોતાના મત વિસ્તારમાં ચક્કાજામની જાણ થતા ધારાસભ્ય પણ દોડતા થયા અને ધારાસભ્ય કેતન ઇનામદારે ST વિભાગના અધિકારીઓનો ઉઘડો લઇ કાઢ્યો હતો. જોકે અધિકારીઓના ગોળગોળ જવાબોથી રોષે ભરાયેલા ધારાસભ્યએ પણ ST વિભાગના અધિકારીઓને એક્શન લેવાનું અલ્ટિમેટમ આપી દીધુ હતુ.

વિદ્યાર્થીઓનો રોષ અને ધારાસભ્યના અલ્ટિમેટમની એવી તો અસર થઇ કે ST વિભાગે ત્વરિત અસરથી વધારાની બે બસ ફાળવવાનો નિર્ણય કર્યો અને સમગ્ર વિવાદનો સુખદ અંત આવ્યો. ઉલ્લેખનિય છે કે, પાછલા 2 મહિનાથી વિદ્યાર્થીઓ રજૂઆત કરીને કરીને થાક્યા. પરંતુ સમસ્યાનો કોઇ ઉકેલ ન આવ્યો. આખરે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરતા તંત્ર જાગ્યુ. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે શું કોઇપણ પ્રશ્નનો ઉકેલ આંદોલન કરવાથી જ આવે..?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">