ગુજરાતમાં કોઇ પણ વ્યક્તિને તકલીફ ના પડે વ્યવસ્થાઓનું નિર્માણ કરાયું : સીએમ ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં સુશાસન દિને વડોદરામાં 230 કરોડના ખર્ચે નિર્માણ થયેલ રાજ્યના શહેરી વિસ્તારના સૌથી લાંબા 3.50 કી.મી. ના નવીન ફ્લાય ઓવર 'અટલ બ્રિજ' નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પીએમ મોદીએ છેલ્લા બે દાયકાથી ગુજરાતના વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે
ગુજરાતમાં સુશાસન દિને વડોદરામાં 230 કરોડના ખર્ચે નિર્માણ થયેલ રાજ્યના શહેરી વિસ્તારના સૌથી લાંબા 3.50 કી.મી. ના નવીન ફ્લાય ઓવર ‘અટલ બ્રિજ’ નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પીએમ મોદીએ છેલ્લા બે દાયકાથી ગુજરાતના વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે. તેને આધાર બનાવીને સરકાર સમાજના છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડીને સુશાસન થકી સરકારની યોજનાઓના લાભો પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે સુશાસનને કાર્યસંસ્કૃતિમાં ઉતાર્યું છે અને નાનામાં નાના માનવીને કોઇ તકલીફ ના પડે તેવી સુશાસનિક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે.
ઐતિહાસિક ઈમારત ન્યાયમંદિરનું વડોદરા મહાનગર પાલિકાને હસ્તાંતરણ કર્યું હતું
તેમણે કહ્યું કે આઝાદીના અમૃતકાળે વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં સરકાર મક્કમ કદમે આગળ વધી રહી છે. આજે વડોદરામાં ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેઇના જન્મ દિન એવા સુશાસન દિવસે સમગ્ર ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 230 કરોડના ખર્ચે નિર્માણ થયેલા સૌથી લાંબા 3.50 કિલોમીટરના નવીન ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું.મુખ્ય મંત્રીએ સમા વિસ્તારમાં રૂપિયા 64.82 લાખના ખર્ચે નિર્માણ થયેલ ઉદ્યાનનું લોકાર્પણ કરવા સાથે વડોદરાનું ગૌરવ એવી ઐતિહાસિક ઈમારત ન્યાયમંદિરનું વડોદરા મહાનગર પાલિકાને હસ્તાંતરણ કર્યું હતું.
મુખ્ય મંત્રીએ વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી. દ્વારા પ્રકાશિત “Majestic Vadodara-page from the Past” પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. આ અવસરે વડોદરાના વૈભવ વારસાને ઉજાગર કરતા કલાધર વિદ્યાર્થીઓએ દોરેલા ચિત્રો મુખ્ય મંત્રીને અર્પણ કરવામાં આવ્યા હતા. તેમણે બ્રિજની મુલાકાત પણ લીધી હતી.
રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને એ જ સુશાસન છે
વડોદરાવાસીઓએ તો રંગ રાખી દીધો છે સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડોદરા સહિત ગુજરાતની જનતાએ અમારા ઉપર જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે. ખાસ તો પીએમ મોદી ઉપર લોકોએ અપાર પ્રેમ વરસાવ્યો છે. જનશક્તિનો આ વિશ્વાસ અમારી ટીમ ક્યારેય તૂટવા નહીં દે, તેની જવાબદારી અમે લઇએ છીએ.રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓને સીએમ ડેશ બોર્ડ સાથે જોડી તેનું મોનિટરિંગ કરવાનું શરૂ કર્યું છે. જેથી શહેરીજનોને મુશ્કેલીઓ ઓછી પડે તેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. નગર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લઘુત્તમ પ્રયત્નોથી સરકારની સેવા અને યોજનાકીય લાભો મહત્તમ રીતે મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને એ જ સુશાસન છે.
તાલુકા કક્ષાએ ડાયાલિસીસ સેન્ટર અને જિલ્લા કક્ષાએ કિમોથેરાપીની સુવિધા શરૂ કરવામાં આવી
આ માટે રાજ્ય સરકાર એક ફેમિલી કાર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે, તેની ભૂમિકા આપતા શ્રી પટેલે જણાવ્યું કે, આ ફેમિલી કાર્ડ ધરાવતા લાભાર્થી પરિવારે એક યોજનાઓ લાભ લીધો હોય ત્યારે સરકારી કચેરીમાં રજૂ કરેલા દસ્તાવેજ અન્ય યોજના માટે માન્ય રહે તેવી વ્યવસ્થા વિકાસવવામાં આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની સ્થિતિને ધ્યાને રાખીને જ અમારી સરકારે આયુષ્યમાન કાર્ડ ધારકોને મળતી રૂ. 5 લાખ સુધીની વિના મૂલ્યે સારવારમાં મર્યાદા વધારીને રૂ. 10 લાખની કરવામાં આવી છે. રાજ્યના દર્દીઓની સમસ્યાને સંવેદનાપૂર્વક ઉકેલીને તાલુકા કક્ષાએ ડાયાલિસીસ સેન્ટર અને જિલ્લા કક્ષાએ કિમોથેરાપીની સુવિધા શરૂ કરવામાં આવી છે.
વિદેશી રોકાણકારો માટે આજે પણ સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ પસંદગીનું રાજ્ય છે, એમ કહેતા પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસ અને મૂડી રોકાણને કારણે ગુજરાત રોજગારી આપવામાં સમગ્ર દેશમાં સર્વ પ્રથમ છે.
રેલ્વે ઓવર અને અન્ડર બ્રિજની આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે
જે કહેતું તે કરવું અને જે કરી શકાય હોય એટલું કહેવું એવા સુશાસનની કાર્યસંસ્કૃતિ અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારસામાં મળી છે. જેના પરિણામે ગુજરાત આજે તમામ ક્ષેત્રેમાં દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે. ગુજરાતને ડબલ એન્જીન સરકારનો ભરપૂર લાભ મળી રહ્યો છે. રાજ્યમાં માર્ગો છેવાડાના ગામ સુધી પહોંચાડ્યા છે. એટલું જ નહીં, ડબલ લેનને ફોર લેન, ફોર લેનને સિક્સ લેન માર્ગમાં રૂપાંતરિત કર્યા છે. પૂલો, અન્ડર પાસ, રેલ્વે ઓવર અને અન્ડર બ્રિજની આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થઇ રહી છે.