Vadodara : ગંભીરા બ્રિજ તૂટી પડવાનો મામલો, રિપેરિંગ કામગીરી દરમિયાન બેદરકારીના આક્ષેપ, જુઓ Video
વડોદરાના ગંભીરા બ્રિજના રિપેરિંગમાં ગંભીર બેદરકારી સામે આવી છે. તૂટેલા બ્રિજનો કાટમાળ અને ડામર સીધા નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે.

વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ હવે તેના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. બ્રિજને ફરી કાર્યરત બનાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ સ્થળ પર ચાલી રહેલી કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.
રિપેરિંગ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી
બ્રિજના રિપેરિંગ કામ દરમિયાન ગંભીર બેદરકારી જોવા મળી રહી હોવાનું સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાસ કરીને, રિપેરિંગ દરમિયાન નીકળતો ડામર અને કાટમાળ યોગ્ય રીતે નિકાલ કરવા બદલે તેને સીધો નદીના પાણીમાં ફેંકવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
પર્યાવરણને નુકસાન પહોંચાડતી કામગીરી
નિયમો અનુસાર ડામર અને અન્ય બાંધકામ કચરાનો નિકાલ નિર્ધારિત જગ્યાએ કરવો જરૂરી હોય છે. જોકે, ગંભીરા બ્રિજના કામ દરમિયાન આ કાટમાળ અન્યત્ર ફેંકવાની વ્યવસ્થા ન હોવાના કારણે તેને નદીમાં જ ફેંકવામાં આવી રહ્યો હોવાનું દ્રશ્યો સામે આવ્યા છે, જે પર્યાવરણ માટે ગંભીર ચિંતા સર્જે છે.
તંત્રની કામગીરી પર સવાલો
નદીમાં ડામર અને બાંધકામ કચરો ફેંકાતા જળપ્રદૂષણનો ખતરો વધી રહ્યો છે. આવી સ્થિતિમાં તંત્રની દેખરેખ અને જવાબદારી પર સવાલો ઊભા થયા છે. સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે રિપેરિંગની કામગીરી નિયમ મુજબ અને પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે તાત્કાલિક કરાવવામાં આવે.
નવસારીમાં કમોસમી વરસાદે બાગાયતી પાકોને નુકસાનની ભીતિ, જુઓ Video