AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે ત્રીજી જૂને ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર કરશે, ભક્તોમાં ઉત્સાહનો માહોલ

આવતીકાલે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર યોજાવાનો છે. ત્યારે થોડા દિવસ પહેલા વડોદરા શહેરના ઝોન 2 અને 3ના DCPએ નવલખી ગ્રાઉન્ડનું સ્થળ નિરીક્ષણ કર્યું હતુ.

વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે ત્રીજી જૂને ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર કરશે, ભક્તોમાં ઉત્સાહનો માહોલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 9:02 AM
Share

Vadodara : રાજકોટ બાદ વડોદરામાં 3 જૂન નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો (Baba Bageshwar) દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્ય સ્ટેજ સહિત અન્ય ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ધર્મગુરુ, મહાનુભાવો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન અને ગૃહરાજયમંત્રીને દરબારમાં આવવા આયોજકો આમંત્રણ આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Breaking News : અમદાવાદ સાયબર ક્રાઈમે મહારાષ્ટ્રના ભિવંડીમાંથી નકલી ટેલિકોમ એક્સચેન્જ ઝડપ્યું

વડોદરામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આવતીકાલે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર યોજાવાનો છે. ત્યારે થોડા દિવસ પહેલા વડોદરા શહેરના ઝોન 2 અને 3ના DCPએ નવલખી ગ્રાઉન્ડનું સ્થળ નિરીક્ષણ કર્યું હતુ. પોલીસની ટીમ દ્વારા એરપોર્ટથી કાર્યક્રમ સ્થળે આવવાના માર્ગો પર ટ્રાફિકની વ્યવસ્થાને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ VVIP મહાનુભાવો તેમજ દરબારમાં ઉપસ્થિત રહેનારા લોકો માટે સુવિધાઓની ચકાસણી પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- Vadodara : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના હસ્તે બે બ્રિજનું લોકાર્પણ, આ શહેરોના વાહન ચાલકોને પણ થશે ફાયદો

પાસ વિતરણ શરુ કરવામાં આવ્યુ

ગઇકાલે વડોદરામાં બાબા બાગેશ્વરના (Baba Bageshwar) દિવ્ય દરબારને લઇ પાસ વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. દિવ્ય દરબારના પાસ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ લોકો પાસ લેવા માટે લાઇનમાં લાગી ગયા હતા. હાલ અશક્ત, વૃદ્ધ અને દિવ્યાંગ લોકોને પાસ આપવામાં આવી રહ્યા છે. જેથી કરીને કાર્યક્રમ સમયે તેમને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે. મહત્વનું છે કે, અત્યાર સુધી 20 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એટલું જ નહિં બાબાના દિવ્ય દર્શન કરવા માટે ખાસ ઉત્તર પ્રદેશથી પણ ભક્તો વડોદરા આવ્યા છે અને તેમણે પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">