AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: સુરતમાં 65 લાખના સોનાની લૂંટ કેસમાં,  IITમા અભ્યાસ કરનાર સહીત 4 યુવકો વડોદરા હાઈવે પરથી ઝડપાયા

Gujarati Video: સુરતમાં 65 લાખના સોનાની લૂંટ કેસમાં, IITમા અભ્યાસ કરનાર સહીત 4 યુવકો વડોદરા હાઈવે પરથી ઝડપાયા

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 01, 2023 | 7:08 PM
Share

સુરતમાં બિલ વગરનું 65 લાખનું સોનું વેચવા જતાં જ્વેલર્સને ભારે પડ્યું, ઇન્દોરના 4 યુવકોની વડોદરા હાઇવેથી કરાઇ ધરપકડ, રૂપિયા કમાવવા લીધો શોર્ટકટ.

Surat: સુરતના ભટારમાં કાપડીયા હેલ્થ ક્લબ પાસે થયેલા રૂપિયા 65 લાખના સોનાના બિસ્કીટના લૂંટનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચ અને ખટોદરા પોલીસની ટીમે વડોદરા હાઈવે પરથી 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કાર સહિત લૂંટનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. 30 મે ના રોજ લૂંટારાઓએ ખરીદીના બહાને વેપારી પાસે રોડ પર સોનાની ડિલિવરી મંગાવી હતી. જયાં જવેલર્સના માલિકે બે કર્મચારીને 100 ગ્રામના સોનાના 10 બિસ્કિટ સાથે મોકલ્યા હતા. લૂંટારૂઓએ જ્વેલર્સના કર્મચારીને ધક્કો મારી ત્યાંથી સોનાની લૂંટ ચલાવી ભાગી છુટયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

આ પણ વાંચો : આસારામ વિરુદ્ધના દુષ્કર્મનો કેસ, ટ્રાયલ કોર્ટે નિર્દોષ છુટેલા છ આરોપી સામે સરકાર હાઇકોર્ટમાં અપીલ કરશે

બનાવ અંગે જ્વેલર્સના દુકાનના સેલ્સમેન દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જો કે સોનાની લૂંટમાં એક મહિલાની પણ શંકાસ્પદ ભૂમિકા  હોવાની વાત સામે આવી છે. આ મહિલા અને 3 લૂંટારૂઓ સુરત રેલવે સ્ટેશનની નજીકની હોટેલમાં રોકાયા હતા. જેમાં મહિલાએ હોટેલના રજિસ્ટરમાં પોતાનું નામ ખોટું લખાવીને મોબાઇલ નંબર આરોપીનો લખાવ્યો હોવાની હકીકત સામે આવી છે. વેપારીનો મિત્ર અને મહિલા ઈન્દોરથી 3 આરોપી સાથે MP પાસિંગની કારમાં આવ્યા હતા. આરોપી સાથે આ મહિલાએ મદનલાલ નામના શખ્સનો સંપર્ક કરાવી સોનાની ખરીદીના બહાને સુરત આવી લૂંટ ચલાવી હતી. 2 હજારની નોટના સોદામાં આ લૂંટ કરાઈ હોવાની પણ પોલીસને શંકા છે.

પકડાયેલા આરોપીઓના નામ

  1. દેવેન્દ્ર કૈલાશ નરવરીયા
  2. મોહીત રાઘવેન્દ્ર વર્મા
  3. સૌરભ મુકેશ વર્મા
  4. પિયુષ મોહનલાલ યાદવ

જ્વેલર્સ સામે પણ કાર્યવાહીની શક્યતા

પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, વર્ષા નામની મહિલાની પૂછપરછ ચાલી રહી છે. જો તેની આ લૂંટમાં સંડોવણી જણાશે તો તેની સામે પણ કાર્યવાહી થશે. હાલ તો આ મહિલાની લૂંટમાં કોઈ સંડોવણી સામે આવી નથી. આ સાથે જ જ્વેલર્સે પણ બિલ વગરનું સોનું વેચવાનો પ્રયાસ કરતા તેને લઈને પણ એજન્સીઓને જાણ કરી દેવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">