ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટની યુવતી સાથે અંગત પળો માણી હોવાની કબૂલાત, આજે કોર્ટમાં રજૂ કરાશે
રાજુ ભટ્ટે કબૂલાત કરી છે કે ગત એપ્રિલમાં કાનજી મોકરિયા થકી તે પીડિતાના સંપર્કમાં આવ્યો હતો.યુવતી GPSCની પરીક્ષા આપવા માગતી હોવાથી તે અંગેનું માર્ગદર્શન મેળવવા માગતી હતી.
વડોદરાના(Vadodara)ગોત્રી દુષ્કર્મ કેસમાં(Gotri Rape Case)આરોપી રાજુ ભટ્ટને(Raju Bhatt)ગુરુવારે બપોરે કોર્ટમાં રજૂ કરાશે ક્રાઈમ બ્રાન્ચ(Crime Branch)રાજુ ભટ્ટની તપાસ માટે 14 દિવસના રિમાન્ડ માગે તેવી શક્યતા છે.દુષ્કર્મના આરોપોની તપાસ, ફરિયાદ નોંધાઇ ત્યારથી જૂનાગઢ સુધી ભાગવામાં કોણે કોણે મદદ કરી? કયા કયા સ્થળોએ આશરો લીધો? આ તમામ મુદ્દાઓની તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે.
જ્યારે આરોપી કાનજી મોકરિયા અને રાજુ ભટ્ટને સાથે રાખીને પીડિતા સાથેના સંપર્કો અને સંબંધો અંગે પૂછપરછ કરવામાં આવશે.
તો બીજીતરફ આરોપી રાજુ ભટ્ટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ વટાણા વેરી રહ્યો છે. તે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો. તેણે રડતા રડતા કહ્યું કે- સાહેબ મારી ભૂલ થઈ ગઈ છે.. રાજુ ભટ્ટે કબૂલાત કરી છે કે ગત એપ્રિલમાં કાનજી મોકરિયા થકી તે પીડિતાના સંપર્કમાં આવ્યો હતો..યુવતી GPSCની પરીક્ષા આપવા માગતી હોવાથી તે અંગેનું માર્ગદર્શન મેળવવા માગતી હતી.
જેથી તે તેને મદદ કરતો હતો.જ્યારે પોલીસ અધિકારીઓએ તેને પ્રશ્ન કર્યો કે પીડિતા GPSCની તૈયારી કરવા આવી હોય તો આ નોબત કેમ આવી? તો તે રડવા લાગ્યો અને એક પછી એક કબૂલાત કરવા લાગ્યો હતો. તેણે કહ્યું કે- તે પીડિતાને આજવા રોડ સ્થિત મકાન, હોટલ અને નિસર્ગ ફ્લેટમાં મળ્યો હતો.
તેણે કબૂલાત કરી છે કે યુવતી સાથે તેને શારીરિક સંબંધો હતા યુવતી સાથે અંગત પળો પણ માણી હતી પરંતુ બળજબરી કે બળાત્કાર કર્યાનો રાજુ ભટ્ટે ઈન્કાર કર્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે બે દિવસ ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની 17 ટીમ તૈનાત
આ પણ વાંચો : પોરબંદરના વર્તુ 2 ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
