Vadodara: બે દિવસથી GMERS હોસ્પિટલમાં દાખલ વૃદ્ધાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત

ગુજરાતમાં (Gujarat) સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક મોત થતા લોકોમાં ચિંતા વધી છે. વડોદરાના (Vadodara) માંજલપુરમાં રહેતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયુ છે. જેના પગલે વડોદરામાં લોકોમાં સ્વાઇન ફ્લૂ ફેલાવાનો કહેર છે.

Vadodara: બે દિવસથી GMERS હોસ્પિટલમાં દાખલ વૃદ્ધાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત
Vadodara GMERS hospital (File Hospital)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 1:15 PM

ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં જુદા જુદા રોગચાળાએ જાણે માઝા મુકી છે. ગુજરાતમાં હવે સ્વાઇન ફ્લૂએ (Swine flu) ચિંતા વધારી છે. ગુજરાતમાં એક પછી એક સ્વાઇન ફ્લૂના કેસ નોંધાઇ રહ્યા છે.  વડોદરામાં (Vadodara) પણ સ્વાઇન ફ્લૂનો કેર સતત વધતો જઇ રહ્યો છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂથી એક વૃદ્ધાનું મોત થયુ છે. 65 વર્ષની વૃદ્ધાનું ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે. માંજલપુરના રહીશ વૃદ્ધા બે દિવસથી GMERS હોસ્પિટલમાં દાખલ હતા.

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક મોત થતા લોકોમાં ચિંતા વધી છે. વડોદરાના માંજલપુરમાં રહેતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયુ છે. જેના પગલે વડોદરામાં લોકોમાં સ્વાઇન ફ્લૂ ફેલાવાનો કહેર છે. માંજલપુરમાં રહેતા વૃદ્ધાની થોડા દિવસ પહેલા તબિયત લથડી હતી. જે પછી તેમને ગોત્રી GMERS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી સારવાર દરમિયાન તેનું મોત થયુ છે. આ પહેલા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા એક દર્દીનું મોત થયું હતુ. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ હતા. 26 જુલાઈએ નારણપુરા અને 27 જુલાઈએ સરખેજ વિસ્તારમાંથી સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 જુલાઈએ દાખલ થયેલા સરખેજના દર્દીની હાલત ગંભીર જણાતી હતી એટલે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જેમાંથી એક દર્દીનું મોત થયુ હતુ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જીવલેણ વાયરસ

એચવનએનવન એક જીવલેણ વાયરસ છે જેના વિશે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસથી બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.

સ્વાઇન ફ્લૂના લક્ષણો

ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની વારંવાર ઉલટી થવી ચાલી ન શકવું, ક્રિયા પ્રતિક્રિયા ન આપવી મૂંઝવણ અને વારંવાર રડવું તાવ અને શરદીનો ભોગ બનવું પૂરતું પ્રવાહી ન પીવું વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો શ્વાસ લેવામાં પરેશાની પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ ગભરાહટ વારંવાર ઉલટી થવી અચાનક ચક્કર આવવા

શું સાવચેત રાખવી ?

શક્ય હોય ત્યાર સુધી હાથ સાબુથી જ ધુઓ. જો સાબુ ન હોય તો આલ્કોહોલ આધારિત ક્લિનર વડે હાથને ધુઓ. સંક્રમિત વ્યક્તિ અથવા એવી વ્યક્તિ જેનામાં સ્વાઈન ફ્લૂની શંકા હોય, તેનાથી ઓછામાં ઓછી છ ફૂટની તો દૂરી રાખો. જો તમને પોતાની અંદર પણ સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો દેખાતા હોય તો ઘરમાં રહો. જો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવું પડે તેવું હોય તો ફેસ માસ્ક અથવા રેસ્પિરેટર પહેરો. સ્તનપાન કરાવનારી માતા પોતે સંક્રમિત હોય તો બાળકને દૂધ ન પીવડાવવું. ઉધરસ અને છીંક આવે તો ટીસ્યુ પેપરનો ઉપયોગ કરો અને તેને તુરંત જ ડસ્ટબીનમાં ફેંકો. ભીડવાળી જગ્યાએ ન જશો. વધારે માત્રામાં પાણી પીવો. ભરપૂર ઉંઘ લો, તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">