Vadodara: કરોડોની મિલકતમાં સરકારી લેણાનો બોજો નાખતા જ મૃતક સફાઈકર્મીના વારસોને મળ્યા 30 લાખ

ગટર સાફ કરતા મૃત્યુ પામેલા સફાઇકર્મીઓના વારસદારોને તેના હક્કના પૈસા આપવાના ગલ્લાતલ્લા કરતા માલિકો સામે જિલ્લા પ્રશાસન દ્વારા કાર્યવાહી કરાઇ છે, તંત્ર દ્વારા માલિકોની મિલકતો ઉપર બોજો નાખતાની સાથે જ તેના માલિકોએ વારસદારોને રકમ ચૂકવી આપી.

Vadodara: કરોડોની મિલકતમાં સરકારી લેણાનો બોજો નાખતા જ મૃતક સફાઈકર્મીના વારસોને મળ્યા 30 લાખ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 10:50 PM

વડોદરામાં એક ખાનગી પાર્ટી પ્લોટમાં ગટર સાફ કરતી વેળાએ મૃત્યુ પામેલા ત્રણ સફાઇકર્મીના વારસદારોને મળવાપાત્ર કુલ 30 લાખ આપવાના ગલ્લાતલ્લા કરતા માલિકો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિલ્કત ઉપર બોજો નાખવાનું શસ્ત્ર ઉગામ્યું છે. પાર્ટી પ્લોટની કરોડોની મિલ્કત ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોજો નાખતાની સાથે જ તેના માલિકોએ વારસદારોને રકમ ચૂકવી આપી હતી. આમ, જિલ્લા વહીવટી તંત્રએ મૃતક સફાઇ કામદારોના વારસદારોને ન્યાય અપાવ્યો છે.

ખાનગી પાર્ટી પ્લોટમાં ગટર સાફ કરતી વેળાએ ત્રણ સફાઇકર્મીઓના મૃત્યુની ઘટના

સુપ્રિમ કોર્ટે એવી માર્ગદર્શિકા આપી છે કે, હાથથી સફાઇ કરતી વેળાએ જો સફાઇકર્મીનું મૃત્યું થાય તો તેવા સંજોગોમાં સંબંધિત સ્થળના માલિકે પણ વળતર આપવું પડશે. વડોદરા શહેરમાં થોડા વર્ષો પહેલા બનેલી ઘટનામાં ખાનગી પાર્ટી પ્લોટમાં ગટર સાફ કરતી વેળાએ ત્રણ સફાઇકર્મીઓના મૃત્યું થયા હતા. સરકાર દ્વારા મળવાપાત્ર સહાય તો તુરંત ચૂકવી દેવામાં આવી હતી. પણ, પાર્ટી પ્લોટના માલિકો દ્વારા પ્રત્યેક મૃતક દીઠ 10 લાખ એમ કુલ મળી 30 લાખ ચૂકવવામાં ગલ્લાતલ્લા કરવામાં આવતા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

પાર્ટીપ્લોટના માલિકો દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, તેમણે આ પાર્ટી પ્લોટ બીજા વ્યક્તિને સંચાલન કરવા માટે આપ્યો હતો, એટલે તેમણે આ સહાય ચૂકવવાની રહેતી નથી. પણ, તેમની આ દલીલ માન્ય રહે તેવી નહોતી. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા પાંચેક વખત પાર્ટી પ્લોટના માલિકોને નોટિસો આપવામાં આવી હતી. આમ છતાં, તેઓ 30 લાખ ચૂકવતા નહોતા. આથી, તેમની સામે કાર્યવાહી કરવા કલેક્ટર અતુલ ગોરે સૂચના આપી હતી.

આ પણ વાંચો : કારેલીબાગમાં બાળભવન પાસે ઝાડીઓમાં લાગી આગ, આગનો ધુમાડો વ્યાપક બનતા લોકોમાં ભાગદોડ મચી

આ સૂચનાને ધ્યાને રાખીને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ કરોડોના પાર્ટી પ્લોટ ઉપર સરકારી લેણા બાકી હોવાની બોજા નોંધ દાખલ કરવા માટે આદેશ કર્યો હતો અને તે મિલકત ઉપર બોજો નાખી દેવામાં આવ્યો હતો. મહત્વનુ છે કે જે મિલકત ઉપર આવો બોજા નોંધ હોય તેનું વેચાણ કરી શકાતું નથી. મિલક્ત ઉપર બોજો પડતાની સાથે પાર્ટી પ્લોટના માલિકો નરમ પડી ગયા હતા અને તેમણે મૃતક સફાઇ કામદારોના વારસદારોને 30 લાખ ચૂકવી આપ્યા હતા. આમ, જિલ્લા વહીવટી તંત્રએ સંવેદનશીલ બની સફાઇકર્મીઓના પરિવારોને ન્યાય અપાવ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">