Vadodara: સફાઇકર્મીને 16 કરોડની નોટિસથી પરિવાર મૂકાયો ચિંતામાં, સફાઇકર્મી હવે કાયદાની શરણે
16 કરોડની નોટિસ મળ્યા બાદ શાંતિલાલના જીવનમાં અશાંતિએ ઘર માડ્યું છે અને પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. શાંતિલાલ અને તેમની પત્નીનો દાવો છે કે નોટિસ ફટકારનાર બેંકમાં તેમનું ખાતુ નથી, કે નથી કદી તેઓએ આ બેંકની લોન લીધી તો પછી 16 કરોડ બાકી લોનની નોટિસ કેમ ફટકારવામાં આવી..?
વડોદરામાં કોર્પોરેશનના એક સફાઇકર્મીને એક કે બે હજાર નહીં પરંતુ રૂપિયા 16 કરોડની લોન ભરપાઇ કરવાની નોટિસ મળી છે. જે બેંકમાં આપનું ખાતું ન હોય, જે બેંકમાંથી કદી આપે એક પણ રૂપિયાની લોન ન લીધી હોય અને આવી જ કોઇ બેંકમાંથી જો આપને કરોડોની બાકી લોન ભરપાઇ કરવાની નોટિસ મળે તો? કંઇક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે
સમગ્ર ઘટના પર નજર કરીએ તો, વડોદરાના વોર્ડ નંબર 12માં સફાઇકર્મી તરીકે ફરજ બજાવતા શાંતિલાલ સોલંકીને રાષ્ટ્રીયકૃત બેંકે 16 કરોડની લોન ચૂકવવા આદેશ કર્યો છે. વડોદરા શહેર મામલતદાર દ્વારા શાંતિલાલ સોલંકીને રાષ્ટ્રીયકૃત બેંકે નોટિસ ફટકારી છે. આ નોટિસમાં ફરમાન કરાયું છે કે જો 4 મે સુધી જો લોન ભરપાઇ નહીં કરાય તો તેમનું 5 લાખની કિંમતનું મકાન જપ્ત કરી લેવાશે.
16 કરોડની નોટિસ મળ્યા બાદ શાંતિલાલના જીવનમાં અશાંતિએ ઘર માડ્યું છે અને પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. શાંતિલાલ અને તેમની પત્નીનો દાવો છે કે નોટિસ ફટકારનાર બેંકમાં તેમનું ખાતુ નથી, કે નથી કદી તેઓએ આ બેંકની લોન લીધી તો પછી 16 કરોડ બાકી લોનની નોટિસ કેમ ફટકારવામાં આવી..?
બેંક સામે ઉઠ્યા છે અનેક સવાલો
જોકે અહીં સવાલ એ સર્જાય કે શું કોઇ બેંક સફાઇકર્મીને કરોડો રૂપિયાની લોન આપે? શું કોઇ બેંક ગ્રાહકની તપાસ કર્યા વગર જ કરોડોની લોન આપી શક? જે વ્યક્તિના નામે મિલ્કત જ ન હોય શું તેને બેંક નોટિસ ફટકારી શકે? શું બાકી લોન વસૂલી મુદ્દે રાષ્ટ્રીયકૃત બેંકની કોઇ ભૂલ થઇ છે? કેમ એક સામાન્ય સફાઇકર્મીને કરોડોની લોનની નોટિસ ફટકારવામાં આવી? હાલ આ સમગ્ર મામલે શાંતિલાલે કાયદાનો સહારો લેવાનો નિર્ણય કર્યો છે અને જાણીતા ધારાશાસ્ત્રીની મદદ લીધી છે. વકીલ ખુદ આ નોટિસ જોઇને આશ્ચર્યમાં મુકાયા છે.. અને બેંક વિરૂદ્ધ કાર્યવાહીની વાત કરી રહ્યા છે.
અધધ રૂપિયાની નોટિસથી પરિવાર ચિંતામાં મૂકાયો
16 કરોડની નોટિસથી પરિવાર ચિંતામાં મૂકાયો છે. તો વકીલે કાયદાની બાબત સાથે કરીને માનહાનીના દાવાની વાત કરી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે 16 કરોડની નોટિસ પાછળનું રહસ્ય શું છે? શું આ કોઇ ટેક્નિકલ એરર છે કે પછી કોઇ માનવીય ભૂલ. જોવાનું એ રહે છે કે 16 કરોડની નોટિસના રહસ્ય પરથી ક્યારે પડદો ઉચકાય છે
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…