Vadodara: કોરોનાના બીજા મોજાની કમનસીબી, ખૂબ નાની ઉંમરના બાળકો થયા સંક્રમિત

કોવિડ અને કમનસીબીની રાશિ એક છે. આ રોગના વર્તમાન બીજા મોજાની ખાસિયત એ છે કે બહુધા નવજાતથી લઈને 12થી 13 વર્ષની ઉંમર સુધીના બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું છે અને તેમને આ ચેપ મોટેભાગે વડીલો પાસેથી મળે છે.

Vadodara: કોરોનાના બીજા મોજાની કમનસીબી, ખૂબ નાની ઉંમરના બાળકો થયા સંક્રમિત
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Apr 28, 2021 | 8:02 PM

કોવિડ અને કમનસીબીની રાશિ એક છે. આ રોગના વર્તમાન બીજા મોજાની ખાસિયત એ છે કે બહુધા નવજાતથી લઈને 12થી 13 વર્ષની ઉંમર સુધીના બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું છે અને તેમને આ ચેપ મોટેભાગે વડીલો પાસેથી મળે છે. પોઝિટિવ સગર્ભા પોઝિટિવ શિશુને જન્મ આપે એવા કિસ્સા નોંધાયા છે. તેની સાથે બચપણથી જ કુપોષણ, લોહીની અછત, ન્યૂમોનિયા, કિડની જેવા રોગોથી પીડિત એટલે કે કો મોર્બિડ બાળકોમાં સંક્રમણ વધુ જોવા મળ્યું છે.

વડોદરાની સયાજી હોસ્પિટલ અને સદનસીબીનો પ્રાસ બેસાડીએ તો બાળ રોગ વિભાગમાં બાળ સંક્રમણના આસાર જણાતા જ 10 પથારીની પિડીયાટ્રીક કોવિડ ફેસિલીટી બાળ રોગ વિભાગમાં ઊભી કરવામાં આવી જે 23 જેટલા વધુ પડતાં સંક્રમિત બાળકોની સઘન ઈન્ડોર સારવારમાં ખૂબ ઉપયોગી નીવડી. લાંબામાં લાંબી સારવારની વાત કરીએ તો વિવિધ પ્રકારના સહ રોગો ધરાવતા એક બાળકની સારવાર લગભગ સાડા ત્રણ સપ્તાહ કરતાં પણ વધુ લાંબી ચાલી પરંતુ એ બાળક આખરે સ્વસ્થ થતાં સહુને ભગવાને બોનસ આપ્યું હોય એવી પ્રતીતિ થઈ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોવિડ ઓપિડીમાં ચેપની સંભાવના વાળા કુલ 135 બાળકોના નિદાન દરમિયાન 71 નેગેટિવ જણાયા અને 64 પોઝિટિવ પૈકી 41 બાળકો ખૂબ ઓછા લક્ષણો ધરાવતા હોવાથી ઘરે સારવાર હેઠળ મૂક્યા એવી જાણકારી આપતાં બાળ રોગ વિભાગના વડા ડો. શીલા ઐયરે જણાવ્યું કે બાકીના 23 બાળકોને વધુ લક્ષણો અને સહ રોગો હોવાથી અંદરના દર્દી તરીકે અમારા વિશેષ એકમમાં દાખલ કરીને સઘન સારવાર આપવાની જરૂર પડી. આ પૈકી બે બાળકો જે વિવિધ સહ રોગોથી પણ પીડાતા હતા, તેમની જિંદગી ખૂબ જહેમત કરવા છતાં ન બચાવી શકયા, જ્યારે 21 બાળકોને અમે સ્વસ્થ અને હેમખેમ ઘરે મોકલી શક્યા.

તેમણે જણાવ્યું કે ઓછા લક્ષણો વાળા બાળકો મોટેભાગે શરદી, ખાંસી અને તાવ જેવા સામાન્ય લક્ષણો ધરાવતા હતા. જેમની ઘરે સારવાર શક્ય બની. ઘરે સારવારની ભલામણ કરવામાં આવી તે પૈકી પાછળથી એક કે બે બાળકોને દાખલ કરવાની જરૂર પડી હતી. તેમણે દાખલો આપતાં જણાવ્યું કે મનોજભાઈ નગરશેઠના ત્રણ બાળકો સંક્રમિત થયાં એ પૈકી દોઢેક વર્ષના બાળકને દાખલ દર્દી તરીકે સારવાર આપવી પડી, જ્યારે બે દીકરીઓ ઘરમાં સારવાર હેઠળ સાજી થઈ ગઈ. ઈન્ડોર સારવારની જરૂર પડી એ પૈકી પાંચ બાળકો તો તાજા જન્મેલા એટલે કે નવજાત શિશુ હતા.

આ લોકો પૈકી કેટલાક ગર્ભમાંથી ચેપ લઈને આવ્યા હતા તો કેટલાકને કેર ટેકર એટલે કે વડીલોનો ચેપ લાગ્યો હતો. તેને અનુલક્ષીને ડોકટર શીલા જણાવે છે કે ઘરમાં જો વડીલો સંક્રમિત હોય તો બાળકોને તેમનાથી સલામત અને દૂર રાખવાની ખૂબ કાળજી લેવી જરૂરી છે. લોહીની ઉણપ, કુપોષણ, ન્યૂમોનિયા પીડિત બાળકોમાં ચેપની અસર વધુ જણાઈ. કેટલાક બાળકોને લોહી પણ ચઢાવવું પડ્યું. રાહતની વાત એ રહી કે સંક્રમણવાળા બાળકો પૈકી 80થી 85 ટકા બાળકો હોમ ટ્રીટમેન્ટથી જ સાજા થઈ ગયા. સામાન્ય રીતે સંક્રમણની પ્રકૃતિ હોવાથી કોવિડના વયસ્ક દર્દીઓ સાથે એમના સ્વજનોને રહેવાની છૂટ નથી.

પરંતુ શિશુ કે બાળ દર્દી માતા પિતા કે વડીલ વગર રહી શકે નહીં. એ ધ્યાનમાં રાખીને બાળ સારવાર વિભાગમાં દર્દી બાળકની સાથે તેના માતા પિતા કે વડીલને રહેવાની સુવિધા આપવામાં આવી. તકેદારી માટે આ લોકો સ્ટાફની જેમ જ પી.પી.ઈ કીટ પહેરીને બાળ દર્દી સાથે રહે એવી વ્યવસ્થા રાખી છે. જે 23 બાળકોને દાખલ દર્દી તરીકે સારવાર આપી તે પૈકી 17 બાળકો કુપોષણ, ખૂબ ઓછું લોહી, કિડની ટયુમર, લીવરના રોગો જેવી તકલીફો ધરાવતા હતા એમ તેમણે જણાવ્યું.

આ સમયગાળામાં કોવિડની આડ અસર જેવા મલ્ટી ઈનફ્લે મેટરી સિંડ્રોમ ઓફ ન્યૂ બોર્નની તકલીફ ધરાવતા 14 બાળકોને પણ આ વિભાગમાં સારવાર આપવામાં આવી હતી. બાળકોની સારવાર વયસ્કો કરતા વધુ જટીલ અને કુશળતા તથા અનુભવ માંગી લેનારી હોય છે. સયાજીનો બાળ રોગ વિભાગ ખૂબ નિષ્ઠા સાથે આખું વર્ષ જરૂરી સામાન્ય અને વિશેષ સારવાર દ્વારા બાળ તંદુરસ્તીની કાળજી લે છે. બાળ કોવિડથી તેમાં એક નવો પડકાર ઉમેરાયો. પરંતુ ડો.શીલા ઐયરના અનુભવી નેતૃત્વ હેઠળ તબીબો અને સ્ટાફની સમર્પિત ટીમે આ પડકારનો સકારાત્મક સામનો કરી બાળ દર્દીઓની જીવન રક્ષા કરી છે.

આ પણ વાંચો: Jamnagar: માતાના ઈલાજ માટે ન મળ્યો ડૉક્ટર, હવે લોકોને ફ્રીમાં તબીબી સુવિધા પુરી પાડે છે

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">