Jamnagar: માતાના ઈલાજ માટે ન મળ્યો ડૉક્ટર, હવે લોકોને ફ્રીમાં તબીબી સુવિધા પુરી પાડે છે

હાલના સમયમાં હોસ્પિટલ, લેબ, દવાખાના દર્દીઓથી ઉભરાય રહ્યા છે. ત્યારે કેટલાક યુવાન સ્વયંસેવકોએ લોકોને ઘરમાં જ તબીબી મદદ કરવાની ઉમદા સેવા શરૂ કરી છે.

Jamnagar: માતાના ઈલાજ માટે ન મળ્યો ડૉક્ટર, હવે લોકોને ફ્રીમાં તબીબી સુવિધા પુરી પાડે છે
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 28, 2021 | 7:45 PM

હાલના સમયમાં હોસ્પિટલ, લેબ, દવાખાના દર્દીઓથી ઉભરાય રહ્યા છે. ત્યારે કેટલાક યુવાન સ્વયંસેવકોએ લોકોને ઘરમાં જ તબીબી મદદ કરવાની ઉમદા સેવા શરૂ કરી છે. હાલની કપરી સ્થિતીમાં લોકોને નિશુલ્ક અને ઘરમાં તબીબી સેવા મળી રહે તે હેતુથી યુવાનો સેવા શરૂ કરી છે. જેમાં એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જે નંબર પર શહેરમાંથી કોઈ પણ સંપર્ક કરે તેમના ઘરે જઈને તેમને તબીબી સારવાર, દવા સહીતની જરૂરી મદદ કરવામાં આવે છે.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

હાલની સ્થિતીમાં કેટલાક દર્દીઓ ઘરની બહાર નિકળતા સંક્રમણનો ડર અનુભવે છે તો કેટલાક વૃદ્ધ લોકો એકલવાયુ જીવન જીવતા હોય તેમને હોસ્પિટલ સુધી જવામાં મુશકેલી પડે. તેમજ હોસ્પિટલ હાલ ફુલ હોવાથી હોસ્પિટલમાં કેવી રીતે જવુ તેવી મુંઝવણ અનુભવતા હોય છે. તેવા સમયે તેમને પોતાના જ ઘરમાં તબીબી સેવા મળે તે માટેના પ્રયાસ યુવાનો કર્યા છે. સેવાભાવી યુવાનો હાલની સ્થિતી લોકોનું મનોબળ મજબુત કરીને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરે છે.

જામનગરમાં એક યુવાનને પોતાની માતા બીમાર હોવાથી કોઈ તબીબ ઘર આવીને સેવા આપે તેવા તબીબની શોધ કરી, પરંતુ તે માટે મુશ્કેલી થતાં આ યુવાને મિત્ર સાથે મળીને આ માટેની સેવા શરૂ કરી. પોતાને થયેલી મુશકેલી અન્ય લોકોને ના પડે તે માટે શહેરમાં દર્દીઓને ઘરમાં જ તબીબી સેવા મળે તે માટેના સફળ પ્રયાસો કર્યા. જેમાં આ માટે ખાનગી તબીબોનો સંપર્ક કરીને 12 તબીબોની ટીમ તૈયાર કરી. સાથે પેરામેડીકલ કે અન્યુ યુવાનો મળીને કુલ 30 યુવાનોની ટીમ તૈયાર કરી. અલગ-અલગ 4 ટીમ તૈયાર કરી.

સાથે જામનગર બહાર દર્દીઓને વીડિયો કોલના માધ્યમથી તબીબી સેવા આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. હાલ દૈનિક 30થી 40 લોકોના ઘરે આ પ્રકારની સેવા આપવામાં આવે છે. તેમજ 30થી 40 દર્દીઓને વીડિયો કોલના માધ્યમથી મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવે છે. હાલના સમયમાં ખાનગી હોસ્પિટલમાં પણ કલાકો રાહ જોવી પડે છે. તેવા સમયે ઘરમાં આવા પ્રકારની તબીબી સેવાથી દર્દી અને દર્દીના પરીવારજનો ખુબ ખુશ છે. તેમજ આ પ્રકારની સેવાને આર્શીવાદરૂપ ગણાવે છે.

આ પણ વાંચો: એકને ખોળ તો બીજાને ગોળ જેવી AMCની નીતિ, હોસ્પિટલમાં દર્દીને એડમિટ કરવા માટે AMCમાં ચાલે છે સગાવાદ!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">