AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાના પિઝાઇનોઝમાં મહિલા-બાળકોને પિરસાયા ફૂગવાળા પિત્ઝા! માત્ર દંડ વસૂલીને સંતોષ માનતી ઓથોરિટી સામે જનતામાં ભારે આક્રોશ- જુઓ Video

ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવજંતુઓ નીકળવાનો સિલસિલો યથાવત છે. વડોદરામાં વાસી અને ફૂગવાળો ખોરાક પિરસાયા બાદ હોબાળો મચ્યો છે, ત્યારે માત્ર દંડની સામાન્ય કાર્યવાહી કરતા વહીવટી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે.

વડોદરાના પિઝાઇનોઝમાં મહિલા-બાળકોને પિરસાયા ફૂગવાળા પિત્ઝા! માત્ર દંડ વસૂલીને સંતોષ માનતી ઓથોરિટી સામે જનતામાં ભારે આક્રોશ- જુઓ Video
Image Credit source: Tv9Gujarati
| Updated on: May 24, 2026 | 9:15 PM
Share

વડોદરા શહેરમાંથી જાણીતા પિત્ઝા આઉટલેટ ‘પિઝાઇનોઝ’ (Pizzainos) ની ઘોર બેદરકારી સામે આવી છે, જેણે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કર્યાં છે. ત્રણ મહિલાઓ પોતાના નાના બાળકો સાથે અહીં પિત્ઝા ખાવા માટે ગઈ હતી. આ દરમિયાન મહિલાઓને જે પિત્ઝા પિરસવામાં આવ્યા તેમાં સ્પષ્ટપણે ફૂગ વળી ગઈ હતી. એટલું જ નહીં, મહિલાને આપવામાં આવેલા સ્ટાર્ટરમાંથી પણ અસહ્ય દુર્ગંધ આવી રહી હતી.

આ વાસી અને ગંદો ખોરાક જોઈને મહિલાઓએ આઉટલેટ પર જ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, સ્ટોરના મેનેજરે આ બાબતે કોઈ યોગ્ય જવાબ ન આપતાં ગ્રાહકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અંતે પીડિત મહિલાએ આ સમગ્ર ઘટનાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરીને આરોગ્ય વિભાગ તથા પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા લેખિત જાણ કરી છે.

ગુજરાતમાં આવી ઘટનાઓ હવે રોજબરોજની બની ગઈ છે. ક્યાંક પાણીપુરીમાંથી હાડકાં નીકળે છે, ક્યાંક પિત્ઝામાંથી મચ્છર નીકળે છે, તો વળી ફાઈવ સ્ટાર હોટેલો હોવા છતાં સેન્ડવીચની અંદરથી જીવતા કીડા નીકળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક તરફ સરકાર સામાન્ય લોકોને બતાવવા માટે ‘સ્વચ્છ ભારત મિશન’ જેવા મોટા મોટા અભિયાનો ચલાવે છે, પરંતુ ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષાના નામે ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ બિલકુલ શૂન્ય છે.

સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પણ આવી કોઈ ગંભીર ઘટના સામે આવે છે, ત્યારે વહીવટી તંત્ર માત્ર દેખાડો કરવા માટે તે દુકાનદાર કે હોટેલ મેનેજમેન્ટને સામાન્ય દંડ ફટકારે છે અને વાતને રફેદફે કરી દે છે. જાણે તંત્રને કોઈ શરમ જ ન હોય તેમ માત્ર દંડ વસૂલીને સંતોષ માની લેવાય છે અને બીજા જ દિવસથી તે હોટેલ કે આઉટલેટવાળા પોતાનો વેપાર ફરી ધમધમતો કરી દે છે. પ્રશાસનની આ ઢીલી નીતિ જોઈને એવું લાગી રહ્યું છે કે તેમને સામાન્ય જનતાના જીવની કોઈ કિંમત જ નથી.

કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જશે તો પણ આ લોકોને કોઈ ફરક પડવાનો નથી. ચૂંટણીના સમયે જ જનતા યાદ આવે છે અને બાકીના સમયે માત્ર જલસા કરવાના, તેવી નેતાઓની અને અધિકારીઓની માનસિકતા બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ગ્રાહકો હવે માત્ર દંડ નહીં પણ આવા આઉટલેટ સંચાલકો સામે જેલ ભેગા કરવાની કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

હોટલના ટુવાલ હંમેશા નવા જેવા મુલાયમ કેવી રીતે રહે છે? જાણી લો લોન્ડ્રીવાળાની એ 7 ખાસ ટ્રીક્સ જે ઘરમાં આવશે કામ

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">