Vadodara: કરજણ દુષ્કર્મ કેસમાં મૃતક પીડિતાના બાળકોને 27 લાખની સહાય ચૂકવણીનો લીગલ સર્વિસ ઓથોરીટીનો નિર્ણય

Vadodara ના કરજણ દુષ્કર્મ કેસમાં મૃતક પીડિતાના બાળકોને 27 લાખની સહાય ચૂકવણીનો લીગલ સર્વિસ ઓથોરીટીએ નિર્ણય લીધો છે. ક

Vadodara: કરજણ દુષ્કર્મ કેસમાં મૃતક પીડિતાના બાળકોને 27 લાખની સહાય ચૂકવણીનો લીગલ સર્વિસ ઓથોરીટીનો નિર્ણય
Vadodara Legal Services Authority decides to pay Rs 27 lakh to children of deceased victims in Karjan rape case
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Aug 21, 2021 | 7:58 PM

Vadodara ના કરજણ દુષ્કર્મ કેસમાં મૃતક પીડિતાના બાળકોને 27 લાખની સહાય ચૂકવણીનો લીગલ સર્વિસ ઓથોરીટીએ નિર્ણય લીધો છે. કરજણના દેથાણ ગામની દુષ્કર્મ અને હત્યા કેસમાં મૃતક પીડિતાના બાળકોને સહાય આપવાનો ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા રૂપિયા 27 લાખ ની સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઘાસચારો લેવા ગયેલી એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ કરાયું અને બાદમાં તેની હત્યા કરાઇ હતી. વડોદરાના કરજણ પંથકની 16 ઓગસ્ટે મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે તપાસ કરતા ઘટસ્ફોટ થયો છે કે સામૂહિક દુષ્કર્મ બાદ તેની હત્યા કરાઈ છે.

વડોદરાના કરજણ પંથકમાં મહિલાની હત્યા બાદ સામૂહિક દુષ્કર્મના કેસમાં આરોપીઓને પકડવામાં ડૉગ સ્ક્વૉડના એક ડૉગે મહત્વની ભૂમિકા ભજવી હતી.જાવા નામનો ડૉગ મહિલાની હત્યા તથા દુષ્કર્મ કરનાર આરોપીઓ સુધી દોરી ગયો હતો. ઘટનાસ્થળ પરની કેટલીક વસ્તુઓ જાવાને સુંઘાડવામાં આવી હતી.

જેના આધારે ટ્રેકર ડૉગ સીધી રેલવેના શ્રમજીવીઓના ટેન્ટ સુધી લઈ ગઈ હતી.ડોબરમેન બ્રિડનો ફિમેલ ડૉગ જાવા 19 માસની ઉંમર ધરાવે છે..અમદાવાદમાં 1 વર્ષની તાલીમ મેળવ્યા બાદ દોઢ માસથી તે વડોદરા ગ્રામ્ય પોલીસનો એક ભાગ બની ચૂકી છે.. અત્યાર સુધી 17 કેસની તપાસમાં તેની મહત્વની ભૂમિકા રહી છે..પાદરાના વડુ અને છોટાઉદેપુરના હત્યા કેસને ઉકેલવામાં પણ આ ડૉગની મહત્વની ભૂમિકા હતી

પોલીસે ગણતરીના કલાકોમાં જ 6 આરોપીની ધરપકડ કરી છે.પોલીસના દાવા પ્રમાણે, 16 ઓગસ્ટે મહિલાનો મૃતદેહ મળ્યા બાદ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન ડૉગ સ્ક્વૉડ અને FSLની મદદ લીધી હતી. ટ્રેકર ડૉગ જાવા દ્વારા સીન ઓફ ક્રાઈમની વસ્તુઓની સ્મેલના આધારે ટ્રેકિંગ કરાયું હતું.

જે દરમિયાન ટ્રેકર ડૉગ ઘટનાસ્થળથી 500 મીટર દૂર આવેલા એક ટેન્ટમાં જઈ રોકાઈ ગયો હતો. ત્યાં એક શખ્સ પર તેણે શંકા વ્યક્ત કરી હતી.પોલીસે તે શખ્સને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા હત્યા અને સામૂહિક દુષ્કર્મની વિગતો પ્રકાશમાં આવી હતી..આમ આરોપીઓ સુધી પહોંચવામાં એક ટ્રેકર ડૉગે મહત્વની ભૂમિકા ભજવી છે.

આ ઉપરાંત વડોદરાના  કરજણમાં  પરિણીતા પર સામૂહિક બળાત્કાર  મુદ્દે રાજકારણ શરૂ થયું હતું  જેમાં ઠાકોર સેનાના નેતા અને ભાજપના અગ્રણી અલ્પેશ ઠાકોરે  20 ઓગસ્ટના રોજ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. અલ્પેશ ઠાકોર પોતે ભારતીય જનતા પાર્ટીમાં છે તેમ છતાં તેમણે કરજણમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અક્ષય પટેલને નિશાને લીધા અને કહ્યું કે આટલો મોટો બનાવ બન્યો છે છતાં કોઇ રાજનેતા અહીં આવ્યા  નથી.

અલ્પેશ ઠાકોરે સંવેદનશીલ સરકાર શબ્દનો ઉપયોગ કરીને રૂપાણી સરકાર પર પણ આડકતરો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે સંવેદનશીલ સરકાર આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવે અને આરોપીઓને ફાંસીની સજા અપાવે.

આ પણ વાંચો : Viral Video: એને આખરે શિકારી જ શિકાર બની ગયો, જુઓ LIVE VIDEOમાં કોણ કોનો શિકાર કરી ગયુ

આ પણ વાંચો :  IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ સ્ટાર ઓલરાઉન્ડરને સમાવ્યો ટીમમાં, ત્રણ ફેરફાર સાથે નજર આવશે RCB

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati