Rajkot જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ ગોંડલમાં સાડા 5 ઇંચ વરસાદ, વીજળી પડતા 2ના મોત

ગોંડલમાં બુધવારે સવારથી જોરદાર વરસાદ પડ્યો હતો.ગોંડલમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો,ભારે વરસાદથી ગોંડલના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

Rajkot જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ ગોંડલમાં સાડા 5 ઇંચ વરસાદ, વીજળી પડતા 2ના મોત
Universal rainfall in Rajkot district, maximum 5 and a half inches in Gondal
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 09, 2021 | 12:11 PM

હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે રાજકોટ (RAJKOT) જિલ્લામાં સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે.રાજકોટ જિલ્લામાં એક ઇંચથી છ ઇંચ સુધીનો વરસાદ (RAIN) નોંધાયો છે જેના કારણે શહેરીજનોને ગરમીથી રાહત મળી છે. તો જગતના તાત ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.8 સપ્ટેમ્બરને બુધવારના રોજ જિલ્લામાં બે સ્થળે વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા.

જિલ્લામાં કયાં પડયો કેટલો વરસાદ?

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ ઉપલેટા- 1.5 ઇંચ કોટડાસાંગાણી- સવા 2.25 ઇંચ ગોંડલ- 5.5 ઇંચ જેતપૂર- 1 ઇંચ જસદણ- 1.5 ઇંચ જામકંડોરણા- 1 ઇંચ ધોરાજી- 2 ઇંચ પડધરી- 1 ઇંચ રાજકોટ- 1 ઇંચ લોધિકા- 3.5 ઇંચ વિંછીયા- 1.5 ઇંચ

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ગોંડલમાં ભારે વરસાદથી ગરનાળામાં એસટી બસ ફસાઇ ગોંડલમાં બુધવારે સવારથી જોરદાર વરસાદ પડ્યો હતો.ગોંડલમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો,ભારે વરસાદથી ગોંડલના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.શહેરના આશાપુરા અંડરબ્રિજમાં પાણી ભરાવાને કારણે એસટી બસ ફસાય હતી.જેમાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ રેસ્કયુ કરીને મુસાફરોને બહાર કાઢ્યા હતા.

જિલ્લામાં ત્રણ સ્થળોએ પડી વીજળી,બેના મોત રાજકોટ જિલ્લામાં બુધવારે પડેલા વરસાદને કારણે ત્રણ અલગ અલગ સ્થળોએ વીજળી પડી હતી. જેમાં જસદણના નવાગામમાં ખેતરમાં કામ કરતા ત્રણ યુવાનો પર વીજળી પડી હતી.જેમાં બે યુવાનોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.બીજા કિસ્સામાં બેડી માર્કેટીંગ યાર્ડમાં વીજળી પડી હતી જેમાં પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર બળીને ખાખ થઇ ગયું હતું.ત્રીજા કિસ્સામાં કાલાવડ રોડ પર વડવાજળીમાં આવેલા રામજી મંદિરમાં વીજળી પડી હતી જેના કારણે મંદિરની ધજા ખંડિત થઇ હતી અને મંદિરની છત્તમાં નુકસાન થયું હતું.

ધરતીપુત્રોમાં હરખની હેલી છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.ખેતરમાં ઉભા મગફળી અને કપાસના ઉભા મોલને જીવંતદાન મળ્યું છે.રાજકોટ જિલ્લામાં સપ્ટેમ્બરમાં પાકને પિયતની ખૂબ જ જરૂરિયાત હતી જેથી સમયસર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.

આ પણ વાંચો : PM મોદી આજે બ્રિક્સ સમિટની કરશે અધ્યક્ષતા, ‘અફઘાનિસ્તાન કટોકટી’ સહિત વિવિધ મુદ્દાઓ પર વાતચીતની સંભાવના

આ પણ વાંચો : Viral : રતન ટાટાએ સોશિયલ મીડિયા પર પિયાનો વગાડતા તસવીર શેર કરી, જુના દિવસોને યાદ કર્યા !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">