Navsari: PM ના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ પ્રગતિ પર, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે કામની કરી સમીક્ષા
કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે નવસારીના નસીરપુર ગામે બુલેટ ટ્રેનનો પહેલો ગર્ડર મુકવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બુલેટ ટ્રેનનું કામ હવે પ્રગતિ પર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરી ફૂલ સ્પીડમાં આગળ વધી રહી છે. નવસારી અને બિલિમોરા વચ્ચે 26 જૂલાઈએ ટ્રાયલ રનની દિશામાં રેલવે મંત્રાલય કામ કરી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે નવસારીના નસીરપુર ગામે બુલેટ ટ્રેનનો પહેલો ગર્ડર મુકવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદના સાબરમતીથી મુંબઈના બાંદ્રા સુધી દોડનારી હાઈસ્પીડ બુલેટ ટ્રેનને 12 સ્ટોપેજ આપવામાં આવ્યા છે. આ બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. બુલેટ ટ્રેન માટે સંપાદિત જમીન પેટે ખેડૂતોને વિઘા દીઠ 92 લાખની ચુકવણી કરવામાં આવી છે.
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, જેમાં નવસારી અને સુરત જિલ્લામાં જમીન સંપાદન થઇ ચૂક્યું છે. તેમજ ઝડપથી નવસારીથી બીલીમોરા સુધી ટ્રાયલ રનની કામગીરી કરવાની દિશામાં રેલવે મંત્રાલય કામગીરી શરૂ કરી છે
દેશના નેશનલ હાઈ સ્પીડ રેલ્વે કોર્પોરેશન દ્વારા અમદાવાદ થી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આકાર લેવા જઈ રહ્યો છે જેમાં 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે એવી બુલેટ ટ્રેન ની કામગીરી શરૂ થઈ ગઈ છે. જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઇ છે ખેડૂતોને એક વીઘા દીઠ 92 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આપીને રેલ્વે કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
રેલવે વિભાગે હેન્ડ રિંગ કરી સંપાદિત વિસ્તારોમાં રેલવેના ઘડો મૂકવાની કામગીરી શરૂ કરી છે ટ્રેન વહેલામાં વહેલી શરૂ થાય એને ધ્યાને રાખીને કામગીરી શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે 27 ગામોની 400 થી વધુ એકર જમીન સંપાદિત થઈ છે.
આ પણ વાંચો: ગ્રેડ પે મુદ્દે પ્રથમ બેઠકમાં પોલીસના પ્રશ્નોનો આવશે નિકાલ? 3 નવેમ્બરે કમિટી સાંભળશે રજૂઆત
આ પણ વાંચો: વિરમગામના 46 ખેડૂતો સાથે છેતરપિંડી, ખોટા દસ્તાવેજોથી 670 વિઘા જમીનના બાનાખત કરાયાની ઘટના