AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગ્રેડ પે મુદ્દે પ્રથમ બેઠકમાં પોલીસના પ્રશ્નોનો આવશે નિકાલ? 3 નવેમ્બરે કમિટી સાંભળશે રજૂઆત

ગ્રેડ પે મુદ્દે પ્રથમ બેઠકમાં પોલીસના પ્રશ્નોનો આવશે નિકાલ? 3 નવેમ્બરે કમિટી સાંભળશે રજૂઆત

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 8:31 AM
Share

ગુજરાતમાં (Gujarat) પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) બાબતે શરૂ થયેલુ પોલીસ આંદોલન માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામા પુરુ થયુ  હતું. આ મામલે હવે કમિટી પ્રથમ બેઠક કરશે.

રાજ્યના પોલીસ કર્મચારીઓની પગાર વધારાની માગણી મુદ્દે કમિટી હવે રજૂઆત સાંભળશે. રાજ્યના પોલીસ વડાએ IPS અધિકારી બ્રિજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં કમિટી બનાવી છે. આ કમિટીની પ્રથમ બેઠખ 3 નવેમ્બરે મળશે. જેમાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાના પોલીસ કર્મચારીઓના પ્રશ્નોની રજૂઆત સાંભળશે.

ત્યારે જણાવી દઈએ કે ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે બનાવવામાં આવેલી કમિટીના અધ્યક્ષ આઇજી બ્રિજેશ ઝા રહેશે. આ કમિટીમાં કુલ પાંચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ પાસાઓનો અભ્યાસ કરીને રિપોર્ટ સોંપશે.

ગુજરાતમાં (Gujarat) પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) બાબતે શરૂ થયેલુ પોલીસ આંદોલન માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામા પુરુ થયુ  હતું.  પોલીસના ગ્રેડ-પે આંદોલનને ઠારવા ડિવાઈડ એન્ડ રૂલ શરૂ થતા આંદોલન ઠરી ગયું છે અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવતા પોલીસ કર્મચારીઓ સામે ઉચ્ચ અધિકારીઓએ પ્રાથમિક તપાસની કાર્યવાહી શરૂ કરી છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના આદેશથી 24 કલાકમાં 229 પોલીસ કર્મીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ છે. પોલીસ કર્મચારીઓ સામે શિસ્તભંગની નોટિસો છુટવાનું શરૂ થઈ ગયું હતુ. સોશિયલ મીડિયાના માધ્યમથી ગેરમાર્ગે દોરનારા પોલીસ કર્મચારીઓ સહિતના વ્યક્તિઓ સામે 6 જેટલી FIR પણ વધી હતી.

 

આ પણ વાંચો: ‘ખાતરના ભાવ વધારા બાબતે કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખનો પત્ર: ‘સરકાર સ્વીકારે કે કંપનીઓ પર તેમનો કોઈ અંકુશ નથી

આ પણ વાંચો: વિરમગામના 46 ખેડૂતો સાથે છેતરપિંડી, ખોટા દસ્તાવેજોથી 670 વિઘા જમીનના બાનાખત કરાયાની ઘટના

g clip-path="url(#clip0_868_265)">