કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે, ગાંધીનગર રેલવે સ્ટેશનની કરશે મુલાકાત

બપોરે 3.45 કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે મહિલા સ્વ સહાય જૂથ ટી-સ્ટોલનું શાહ લોકાર્પણ કરશે. તો બપોરે 4.15 કલાકે સઇજ ખાતે સ્વામિનારાયણ ગુરૂકુલ દ્વારા નવનિર્મિત ઇન્ટરનેશનલ સ્કૂલના મકાનનું લોકાર્પણ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 2:50 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. જ્યાં આજે તેઓ પોતાના મત વિસ્તાર એવા ગાંધીનગર શહેર-ગ્રામ્યમાં વિવિધ વિકાસના કામો અને નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપશે.

અમિત શાહના આજના કાર્યક્રમ પર નજર કરીએ તો, બપોરે 3.45 કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે મહિલા સ્વ સહાય જૂથ ટી-સ્ટોલનું શાહ લોકાર્પણ કરશે. તો બપોરે 4.15 કલાકે સઇજ ખાતે સ્વામિનારાયણ ગુરૂકુલ દ્વારા નવનિર્મિત ઇન્ટરનેશનલ સ્કૂલના મકાનનું લોકાર્પણ કરશે. જ્યારે બપોરે 4.20 કલાકે સઇજ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ બાદ શાહ બપોરે 4.30 કલાકે પાનસર તળાવના બ્યુટિફિકેશનની કામગીરીનું ભૂમિપૂજન કરશે. સાથે જ બપોરે 4.35 કલાકે પાનસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે. જ્યારે બપોરે 4.45 કલાકે અમિત શાહ પાનસર ખાતે વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ જાહેરસભાને સંબોધન કરશે. તો સાંજે 6 કલાકે શાહ માણસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. દિવસના અંતે અમિત શાહ પરિવાર સાથે રાત્રે 8 કલાકે માણસા સ્થિત બહુચરાજી માતાજીના મંદિરમાં દર્શન-આરતી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક પેટાચૂંટણી અને ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના જવલંત વિજય બાદ પ્રથમવાર શાહ ગુજરાતના પ્રવાસે છે.

આ પણ વાંચો : ચિંતાજનક: સમય વિતવા છતાં આટલા લાખ લોકોએ નથી લીધો વેક્સિનનો બીજો ડોઝ, કોરોનાની ત્રીજી લહેર સામે કેમ મળશે રક્ષણ?

આ પણ વાંચો : Surat : નહીં રહે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા : ઉકાઈ ડેમના 49 વર્ષના ઇતિહાસમાં 11 વખત ડેમ સંપૂર્ણ છલકાઈ ઉઠ્યો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">