ચિંતાજનક: સમય વિતવા છતાં આટલા લાખ લોકોએ નથી લીધો વેક્સિનનો બીજો ડોઝ, કોરોનાની ત્રીજી લહેર સામે કેમ મળશે રક્ષણ?

હાલમાં રાજ્યમાં કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવે છે. પરંતુ બીજા ડોઝનો સમય પસાર થઇ ગયા બાદ પણ 40 લાખ લોકોએ કોરોના વેક્સિન લીધી નથી.

રાજ્યમાં 40 લાખ લોકોએ એવા છે જેઓએ સમય વિતવા છતાં કોરોના રસીનો બીજો ડોઝ મુકાવ્યો નથી. આ આંકડા ચિંતાજનક છે. કોરોનાની ત્રીજી લહેર સામે પ્રજાને સુરક્ષિત બનાવવા રસીના બંને ડોઝ જરૂરી છે. ત્યારે મોટી બેદરકારી સામે આવી છે. રાજ્ય સરકાર રસીકરણ વધારવા સતત પ્રયત્નશીલ છે. પરંતુ કોરોના રસીને લઈ ઉદાસીન લોકો બીજો ડોઝ લેવા જતા નથી. કોવીશિલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 84 દિવસ છે. જે સમય પસાર થયા બાદ પણ લોકો બીજો ડોઝ લેવાનું ટાળી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં બે રસી આપવામાં આવે છે. એક કોવેક્સિન અને વીજી કોવિશિલ્ડ . કોવેક્સિનમાં બે ડોઝ વચ્ચેનો સમયગાળો 28 દિવસનો છે. જ્યારે કોવિશીલ્ડમાં બે ડોઝ વચ્ચેનો સમયગાળો 84 દિવસ છે. આંકડા અનુસાર રાજ્યમાં કુલ 6,33,28,701 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં માત્ર 2,04,52,802 લોકો એવા છે જેઓને બીજો ડોઝ લાગ્યો છે. ખાસ 4,28,75,899 લોકોએ હાલમાં પ્રથમ ડોઝ લીધો છે. પરંતુ એમાંથી 40 લાખ લોકોની બેદરકારી સામે આવી છે. જેઓએ સમય પૂર્ણ થયા બાદ પણ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. જોવું રહ્યું કે હવે આ નવી મુસીબતનો સામનો અને લોકોને બીજો ડોઝ લેવા માટે તંત્ર કઈ રીતે પ્રેરણા આપે છે.

 

આ પણ વાંચો: ગઈ નવરાત્રિથી આ નવરાત્રિ વચ્ચે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં આટલા રૂપિયાનો વધારો, મોંઘવારીએ મધ્યમવર્ગની તોડી કમર

આ પણ વાંચો: શિરડી: સાંઇ મંદિરના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ફરી ખૂલ્યા, દર્શનના આવા હશે નિયમો, ચૂકવવા પડશે આટલા રૂપિયા

Click on your DTH Provider to Add TV9 Gujarati