પરમબીરસિંહની વાપસી : મુંબઈના ફરાર ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પહોંચ્યા મુંબઈ,ખંડણી કેસના છે મુખ્ય આરોપી

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહને તાજેતરમાં ખંડણીના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ધરપકડથી રક્ષણ આપવામાં આવ્યું હતું.

પરમબીરસિંહની વાપસી : મુંબઈના ફરાર ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પહોંચ્યા મુંબઈ,ખંડણી કેસના છે મુખ્ય આરોપી
Parambir Singh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 1:37 PM

Mumbai : મહિનાઓથી ગુમ થયેલા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (Parambir Singh) આખરે મુંબઈ પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે, પરમબીર સિંહને કોર્ટે ફરાર જાહેર કર્યો છે. આ પહેલા બુધવારે લાંબા સમય બાદ મૌન તોડતા તેણે કહ્યું હતું કે તે ચંદીગઢમાં (Chandigarh)છે. ઉપરાંત તેણે કહ્યું કે ટૂંક સમયમાં તે મુંબઈમાં તેની સામેના કેસોની તપાસમાં જોડાશે. જે બાદ આજે તે મુંબઈ પહોંચી ગયા છે.

ખંડણી કેસમાં ફસાયા પરમબીર સિંહ

ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર(Former Police Commissioner) પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે. ખંડણી કેસમાં પરમવીર સિંહ સહિત કુલ છ લોકો આ કેસમાં સામેલ છે. તેમાં સચિન વાઝેનો (Sachin Vaze) પણ સમાવેશ થાય છે. આ કેસમાં સચિન વાઝેની ધરપકડ થઈ ચૂકી છે, જેને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં કોર્ટમાં મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ખંડણીના કેસમાં કોર્ટે પરમવીર સિંહને ફરાર જાહેર કર્યો હતો.

જુઓ વીડિયો

સુપ્રીમ કોર્ટે ધરપકડથી રક્ષણ આપ્યું 

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે(Supreme Court)  સોમવારે ખંડણીના કેસમાં પરમબીર સિંહને ધરપકડથી રક્ષણ આપ્યું છે. આ સાથે કોર્ટે પરમબીર સિંહને તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન પરમબીર સિંહના વકીલે કહ્યું હતું કે તેઓ દેશમાં છે અને તે ફરાર થવા માંગતા નથી,પરંતુ તેનો જીવ જોખમમાં છે.જેથી તેઓ બહાર આવી રહ્યા નથી.

30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું

આ પહેલા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ પરમબીર સિંહને ફરાર જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચની અરજીને માન્ય રાખીને કોર્ટે પરમબીર સિંહને ફરાર જાહેર કર્યો હતો. સાથે પરમબીર સિંહને 30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતુ. આવી સ્થિતિમાં જો તે સમયસર હાજર નહીં થાય તો તેની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવુ પણ કહેવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો: શક્તિ મિલ્સ ગેંગરેપ 2013 કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા

આ પણ વાંચો: Sameer Wankhede Case: નવાબ મલિકનો નવો ખુલાસો! સમીરની માતા પાસે બે મૃત્યુ પ્રમાણપત્ર, એક હિંદુ અને બીજું મુસ્લિમ

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">