‘મન કી બાત’ કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થવા પર 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે, જાણો તમામ વિગત
100 Rupee coin: મન કી બાતનો 100મો એપિસોડ 30 એપ્રિલે રજૂ થશે. જેના કારણે આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે કેન્દ્ર સરકાર 100 રૂપિયાનો સિક્કો લોન્ચ કરી રહી છે.
ટૂંક સમયમાં બજારમાં 100 રૂપિયાનો સિક્કો જોવા મળશે. કેન્દ્ર સરકાર 100 રૂપિયાનો સિક્કો લોન્ચ કરવા જઈ રહી છે. આ સિક્કો જાહેર કરવાનું ખાસ કારણ એ છે કે આ સિક્કો 30 એપ્રિલે વડાપ્રધાનની ‘મન કી બાત’નો 100મો એપિસોડ પૂરો કરી રહ્યો છે તે નિમીતે બહાર પાડવામાં આવવાનો છે. જેના કારણે આ સિક્કો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવી રહ્યો છે. આ સિક્કા પર ‘100 રૂપિયા મન કી બાત’ લખેલું હશે. આવો જાણીએ કે 100 રૂપિયાનો આ સિક્કો કેવો હશે.
30 એપ્રિલના રોજ વડાપ્રધાન દ્વારા જનતા માટે ચલાવવામાં આવી રહેલા મન કી બાતનો 100મો એપિસોડ પૂર્ણ થશે. જેના કારણે આ એપિસોડને ખાસ બનાવવા માટે ઘણી તૈયારીઓ ચાલી રહી છે. આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે કેન્દ્ર સરકાર 100 રૂપિયાનો સિક્કો લોન્ચ કરી રહી છે.
આ પણ વાંચો :RBIની કડક કાર્યવાહી, ભારતીય બેંકો અને કંપનીઓને વિદેશી ભંડોળની માહિતીના મામલે પુછ્યા સવાલ
100 રૂપિયાનો સિક્કો આવો દેખાશે
આ સિક્કાની ગોળાઈ 44 mm હશે. તે જ સમયે, તેને બનાવવા માટે 4 ધાતુઓનો ઉપયોગ કરવામાં આવશે. આમાં ચાંદી, તાંબુ, નિકલ અને જસતનો ઉપયોગ કરવામાં આવશે. સિક્કાના આગળના ભાગ પર મધ્યમાં અશોક સ્તંભ બનાવવામાં આવશે. તેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું હશે. તેની ડાબી અને જમણી બાજુ ‘ભારત’ લખવામાં આવશે. અશોક સ્તંભની નીચે ₹100 લખેલું હશે. આ સિક્કાનું નામ ‘મન કી બાત 100 રૂપિયા’ હશે.
સિક્કાની બીજી બાજુએ, મન કી બાતના 100મા એપિસોડ માટે ધ્વનિ તરંગો સાથેનો માઇક્રોફોન હશે. માઇક્રોફોનની ઉપર 2023 લખેલું હશે. તેની ઉપર અને નીચે હિન્દી અને અંગ્રેજીમાં ‘મન કી બાત 100’ લખવામાં આવશે. સિક્કાનું એકંદર વજન 35 ગ્રામ હશે.
100 રૂપિયાનો સિક્કો સમયાંતરે બહાર પાડવામાં આવે છે
એવું નથી કે 100 રૂપિયાનો સિક્કો પહેલીવાર બહાર પાડવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ આ સિક્કો ઘણી વખત જાહેર કરવામાં આવ્યો છે. જોકે, તેનું કારણ અલગ હતું. અગાઉ આ સિક્કો વર્ષ 2010, 2011, 2012, 2014 અને 2015માં પણ બહાર પાડવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…