Mann Ki Baat 100 : વૃદ્ધાવસ્થામાં પણ થાક્યા નહીં, લોકોને પ્રેરણા આપી, PM મોદીએ ‘મન કી બાત’માં આ લોકોના કર્યા વખાણ
Mann Ki Baat 100th Episode: PM મોદીએ આજ સુધી અનેક મન કી બાતના એપિસોડની સફરમાં, ઘણા એવા ભારતીયોના નામ લીધા જેઓ તેમની વધતી ઉંમર છતાં લોકોને પ્રેરણા આપતા રહ્યા. આવો જાણીએ દેશની આવી જ કેટલીક હસ્તીઓ વિશે.
મન કી બાતનો 100મો એપિસોડ આજે 11 વાગ્યે લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને પોતાના મનની વાત કરી આ એપિસોડ ઘણી રીતે ખાસ હતો. પ્રથમ વખત, આ એપિસોડ વિદેશમાં પણ મોટા પાયે ટેલિકાસ્ટ કરવામાં આવ્યો. યુનાઈટેડ નેશન્સનાં હેડક્વાર્ટર ખાતે પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું. આ સાથે દેશના 4 લાખ અલગ-અલગ સ્થળોએ તેને સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અત્યાર સુધીના 100 એપિસોડ સુધીની સફરમાં પીએમ મોદીએ, વિવિધ મન કી બાતના કાર્યક્રમમાં ઘણા એવા ભારતીયોના નામ લીધા, જેઓ તેમની વધતીજતી ઉંમર છતાં લોકોને પ્રેરણા આપતા રહ્યા. આવો જાણીએ દેશની આવી જ કેટલીક હસ્તીઓ વિશે.
105 વર્ષની ભાગીરથી અમ્માનું યોગદાન જણાવ્યું
પીએમ મોદીએ મન કી બાતના 62મા એપિસોડમાં 105 વર્ષીય ભાગીરથી અમ્માનો ઉલ્લેખ કર્યો હતો. કેરળની રહેવાસી અમ્માએ ઉંમરના એ તબક્કામાં પણ બાળકોને ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. તેમની ઉંમરના આ તબક્કે તેમની ભાવનાએ લોકોને પ્રેરણા આપી. તેમના યોગદાનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, જો આપણે જીવનમાં આગળ વધવું છે, તો આપણે આપણી જાતને તૈયાર કરવી પડશે. આપણે જાતે કંઈક હાંસલ કરવાનું છે કારણ કે, આપણા બધામાં એક વિદ્યાર્થી છે. જો કે, 62મા એપિસોડના ટેલિકાસ્ટ પછી, અમ્માનું 107 વર્ષની વયે અવસાન થયું હતું.
Strong commitment to cleanliness
Hon'ble PM spoke about the inspiring work of Shri NS Rajappan Sahab. An elderly divyang, he has been taking a boat to Vembanad lake and removing plastic bottles from the water body to keep it clean #KeralaInMannkiBaat #MannKiAtBaat100 pic.twitter.com/nGgpBbkaR5
— V Muraleedharan / വി മുരളീധരൻ (@VMBJP) April 29, 2023
મહંત ભરતદાસ દર્શનદાસ – ગીર ગામના એકમાત્ર મતદારની ભાવનાની કદર કરી
2019માં પ્રસારિત મન કી બાતના એપિસોડમાં પીએમ મોદીએ ગીર ગામના મહંત ભરતદાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગીરના જંગલોમાં બનેલા ગામનો તેઓ એકમાત્ર મતદાર છે. ચૂંટણી પંચ તેમના મતદાન માટે ખાસ બૂથ તૈયાર કરે છે. 60 વર્ષીય મહંત હંમેશા મતદાન માટે વિશેષ જુસ્સો ધરાવતા હતા, જે પ્રશંસનીય છે. બૂથ બનાવતા પહેલા તેઓ મત આપવા માટે 120 કિલોમીટરનો પ્રવાસ કરતા હતા. તેમનો જુસ્સો પ્રશંસનીય છે. આ લોકશાહીની સુંદરતા છે.
ઈન્દરપાલ સિંહ બત્રાઃ દેશના સ્પેરો મેનના ઘરમાં 2500 સ્પેરો
ભારતના સ્પેરોમેન તરીકે જાણીતા ઈન્દરપાલ સિંહ બત્રા પણ મન કી બાતનો ભાગ બન્યા હતા. પીએમ મોદીએ તેમના યોગદાનની પ્રશંસા કરી. ઈન્દરપાલ દેશમાં સ્પેરોની ઘટતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે એક અભિયાન ચલાવી રહ્યા છે. તેણે 23 વર્ષ પહેલા વર્ષ 2000માં પોતાનું મિશન શરૂ કર્યું હતું. તેણે પોતાના ઘરમાં આવા 100 થી વધુ માળાઓ બનાવ્યા જ્યાં પક્ષીઓ રહી શકે. તેની શરૂઆત થોડી સ્પેરોથી થઈ, થોડા સમય પછી સંખ્યા વધીને 2500 થઈ ગઈ. તેમનું ઘર શરણાર્થી પક્ષીઓનું ઘર બની ગયું. પીએમ મોદીએ માર્ચ 2021ના એપિસોડમાં તેમનો ઉલ્લેખ કર્યો હતો.
Birds on my house pic.twitter.com/nZRvM5Qhdz
— Inderpal Singh Batra (@BatraInderpal) January 3, 2018
આ પણ વાંચો : પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ “Mann ki Baat” કાર્યક્ર્મમાં વિદ્યાર્થી અને વાલી સાથે આ મુદ્દાઓ પર કરી હતી ચર્ચા, જાણો
વિનોદ કુમાર – ગામને મધમાખી ઉછેર સાથે જોડ્યું
મન કી બાતમાં જમ્મુના મધમાખી ઉછેર કરનાર વિનોદ કુમારનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ દેશની પ્રથમ સૌર ઉર્જા પંચાયતમાં રહે છે અને સમગ્ર ગામને મધમાખી ઉછેર સાથે જોડી દીધું છે. તેના માટે તેણે ટ્રેનિંગ લીધી હતી. પછી દર વર્ષે તે આમાંથી 15 થી 20 લાખ રૂપિયા કમાવા લાગ્યો અને આ જ તેની આવકનો સ્ત્રોત બની ગયો, રસપ્રદ વાત એ છે કે તેણે તેની શરૂઆત 15 બોક્સથી કરી. આમ અનેક મહાન હસ્તીને PM એ યાદ કરતાં લોકોને આમથી પ પ્રેરણા લેવા જણાવ્યુ હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…