સુરત મહાનગરપાલિકા દ્રારા 700 વર્ષ જુના અને સુરતની ઓળખ સમાન રહેલા ઐતિહાસિક કિલ્લાનું બીજા તબક્કાનું રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. પહેલા તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી અમુક હિસ્સાને લોકોની મુલાકાત માટે ખુલ્લો મુકાયો હતો.
શું છે કિલ્લાનો ઇતિહાસ?
સુલતાન મોહમ્મદ ત્રીજાનાં શાસનમાં કિલ્લાનો એક ભાગ ફિરોઝ શાહ તુગલકએ 13મી સદીનાં અંતભાગમાં બનાવ્યો હતો. 1850માં જ્યારે અંગ્રેજો સુરત આવ્યા હતાં ત્યારે આ કિલ્લો અંગ્રેજોએ કબ્જે કર્યો હતો. અને તે પછી અહિં ડચ કોર્ટ શરૂ કરવામાં આવી હતી. જોકે આ કિલ્લાએ અનેકો પુરનો સામનો કરતાં સમય જતાં તે જર્જરિત થઇ ગયો હતો. પણ સુરત મહાનગરપાલિકાએ આ કિલ્લાનું ઐતિહાસિક મહત્વ જાળવી રાખવા અને સુરતની ઓળખ જળવાઇ રહે તે માટે હેરીટેજ સ્ક્વેર બનાવવાનું નક્કી કર્યું હતું.
જેમાં ચોક વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારતોનાં રિસ્ટોરેશનનું કામ શરૂ કરાયું હતું.ખાસ કરીને 700 વર્ષ જુનો આ કિલ્લો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્રારા કરોડોનાં ખર્ચે આ 700 વર્ષ જુના ઐતિહાસિક કિલ્લાને નવું રંગરૂપ આપવામાં આવી રહ્યું છે..
પ્રોજેક્ટનાં આકર્ષણો
સુરતમાં તાપી નદીના કિનારે ઐતિહાસિક કિલ્લાના રીસ્ટોરેશનનું કામ અંતિમ તબક્કામાં છે. જે પૂર્ણ થયે શહેરીજનોને સુરતના ઈતિહાસને જાણવા અને માણવાનો મોકો મળશે. 700 વર્ષ જુનો આ કિલ્લો ફરી એકવાર જીવંત થઇ રહ્યો છે.ઐતિહાસિક કિલ્લાને હાલ નવા રંગરૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે.
કોરોનાના કારણે કિલ્લાનાં રિસ્ટોરેશનની કામગીરી થોડી ધીમી પડી હતી. પરંતુ ફરી એકવાર આ કામગીરી શરૂ કરતા લોકોએ હવે દિલ્હી કે આગ્રાના કિલ્લાને જોવા જવાની જરૂર નહિ પડે કારણ કે સુરતનો ઐતિહાસિક કિલ્લો ફરી જીવંત થશે.
આ પણ વાંચો: કોરોનાનો ડર, તોયે બેફિકર: છેલ્લા બે મહિનામાં માસ્ક ના પહેરવા માટે સુરતીઓએ ભર્યો આટલા કરોડનો દંડ
આ પણ વાંચો: લો બોલો, આવો પણ રેકોર્ડ હોય? આ ચીની મહિલાએ તોડ્યો પોતાનો જ વિચિત્ર રેકોર્ડ
Published On - 2:04 pm, Mon, 14 June 21