AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપિટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થશે

આ વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર એન્ટર કરીને પોતાની મહેનતનું પરિણામ જોઇ શકશે. આ પરિણામ બાદ શિક્ષણ બોર્ડ સ્કૂલોને માર્કશીટ મોકલશે.

ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપિટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થશે
The result of Gujarat Board's standard 12 general stream repeaters students will be announced today (FILE PHOTO)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 6:48 AM
Share

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-12ના સામાન્ય પ્રવાહના 97 હજાર રિપીટર્સનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જાહેર કરવામાં આવશે. જેમાં સવારે 8 વાગે બોર્ડની અધિકૃત વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે.

આ વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર એન્ટર કરીને પોતાની મહેનતનું પરિણામ જોઇ શકશે. આ પરિણામ બાદ શિક્ષણ બોર્ડ સ્કૂલોને માર્કશીટ મોકલવામાં આવશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ  બોર્ડ દ્વારા ધોરણ 12 ના  રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો. જે મુજબ જુલાઈ માસમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 જુલાઈથી 28 જુલાઈ સુધી ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી.

પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન જ બોર્ડ દ્વારા ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી શરૂ કરી દીધી હતી. જેથી સમયસર પરિણામ તૈયાર કરી શકાય. આ કામગીરી પુર્ણ થયા બાદ બોર્ડ દ્વારા આજરોજ 23 ઓગસ્ટના રોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

12 સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ

– ધો.12 સામાન્ય પ્રવાહના 97 હજાર રિપીટર્સનું પરિણામ આજે જાહેર થશે – આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર  વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકાશે -બોર્ડની વેબસાઇટ result.gseb.org પર  પરિણામ જોઇ શકાશે -વિદ્યાર્થીઓ પોતાના બેઠક નંબર દ્વારા પરિણામ મેળવી શકશે – પરિણામ જાહેર થયા બાદ સ્કૂલોને માર્કશીટ મોકલવામાં આવશે

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 23 ઓગસ્ટ: અચાનક થશે ટૂંકી યાત્રા, કાનૂની સમસ્યાનો આજે આવી શકે છે ઉકેલ

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 23 ઓગસ્ટ: નજીકના વ્યક્તિ સાથે થશે મતભેદ, નોકરિયાતને મળે પ્રમોશન

g clip-path="url(#clip0_868_265)">