AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પતિ પુત્રને મળી ન શકે એ માટે પત્નીને કર્યું આ કામ! મામલો હાઇકોર્ટ પહોંચતા કોર્ટે આપ્યો આ આદેશ

પુત્રને મળવા માટે એક પિતાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેમાં અરજદાર પિતાએ કહ્યું કે તેની પત્ની તેના દીકરાને લઈને સિક્કિમ જતી રહી. જેથી કરીને તે તેને મળી ન શકે.

પતિ પુત્રને મળી ન શકે એ માટે પત્નીને કર્યું આ કામ! મામલો હાઇકોર્ટ પહોંચતા કોર્ટે આપ્યો આ આદેશ
The mother took her son to Sikkim to stop her husband from meeting him
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 12:46 PM
Share

ગુજરાત હાઈકોર્ટમાં પતિ-પત્ની અને પુત્રની કસ્ટડીનો ગજબ કેસ આવ્યો હતો. જેમાં સંતાનની કસ્ટડી માટે પતિ-પત્નીનો ઝગડો અને પત્નીની ચાલાકીનું અલગ સ્વરૂપ જોવા મળ્યું. આ કિસ્સો હાઇકોર્ટમાં નોંધાયો છે. ખરેખરમાં વાત એમ છે કે દીકરાને મળવાના અધીકાર માટે પતિએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. દીકરાને લઈને પત્ની સિક્કિમ જતી રહેતા પતિએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરી હતી.

આ અરજીમાં પતિએ કહ્યું હતું કે, તેની પત્ની નથી ઈચ્છતી કે તે તેના દીકરાને મળે. આ માટે તે તેને લઇને સિક્કિમ જતી રહી છે. જણાવી દઈએ કે અરજદારની અરજી અનુસાર મહિનામાં બે વખત દીકરાને મળવા દેવા ફેમિલી કોર્ટે પત્નીને આદેશ આપ્યો છે. પરંતુ બરોડાના આ પતિની વ્યથા એ છે કે પત્ની બાળકને લઈને સિક્કિમ જતી રહી છે. ત્યાં મળવા જવું અને મહિનામાં બે વાર મળવા જવા માટે સમય અને પૈસા બંને વધુ લાગે એમ છે. અરજદારનું કહેવું છે કે પત્ની તરકીબ કરીને દીકરાને દૂર લઇ ગઇ છે. જેથી વારંવાર પતિ સિક્કિમ જઇને તેને મળી શકે નહિ.

ત્યારે હાઈકોર્ટે આ મામલો સાંભળ્યો. જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે સમગ્ર મામલે કહ્યું કે, અમે તમારી પત્નીને કોઇ ચોક્કસ જગાએ જ રહેવા આદેશ ન કરી શકીએ. પરંતુ સાથે હાઈકોર્ટે એમ પણ કહ્યું કે ‘તમારા અધિકાર અકબંધ રહે તે માટે પત્નીને બે મહિને એકવાર દીકરાને બરોડા લાવવા આદેશ કરીશું.’ આ સાથે જ હાઈકોર્ટે જણાવ્યું કે ‘આ સાથે જ્યારે પિતા દીકરાને મળે ત્યારે તેની માતા તેની આસપાસ ન રહે.’ તેવું પત્નીને કહેવામાં આવશે. તેમજ દીકરા સાથે વિડીયો કોલથી વાત કરવા માટે પણ હાઇકોર્ટે મંજૂરી આપી છે.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ભાવનગર એરપોર્ટ પર રાજયપાલે સ્વાગત કર્યું, રાષ્ટ્રપતિ મોરારી બાપુના આશ્રમની મુલાકાતે જવા રવાના

આ પણ વાંચો: IRCTC : સરકારના નિર્ણયને રોકાણકારોનો આવકાર : 50% Convenience Fees વસૂલવાનો નિર્ણય પરત લેવાતા શેર રિકવર થયો

Follow Us
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">