IRCTC : સરકારના નિર્ણયને રોકાણકારોનો આવકાર : 50% Convenience Fees વસૂલવાનો નિર્ણય પરત લેવાતા શેર રિકવર થયો
IRCTC ના શેર સવારે 09:35 વાગ્યે BSE પર 15 ટકા લોઅર સર્કિટ પર રૂ 776.70 પર લૉક કરવામાં આવ્યા હતા. લોઅર સર્કિટ બાદ સવારે ૧૦ વાગે ફરી ટ્રેડિંગ શરૂ થતા શેર વશુ ૧૦ ટકા તૂટ્યો હતો અને ૨૫ ટકાના ઘટાડા સાથે ૬૮૫ રૂપિયા સુધી લપસ્યો હતો.
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ના શેર સવારે 09:35 વાગ્યે BSE પર 15 ટકા લોઅર સર્કિટ પર રૂ 776.70 પર લૉક કરવામાં આવ્યા હતા. લોઅર સર્કિટ બાદ સવારે ૧૦ વાગે ફરી ટ્રેડિંગ શરૂ થતા શેર વધુ ૧૦ ટકા તૂટ્યો હતો અને ૨૫ ટકાના ઘટાડા સાથે ૬૮૫ રૂપિયા સુધી લપસ્યો હતો.
11 વાગ્યાના અરસામાં શેરે જબરદસ્ત રિકવરી કરી હતી. 11.15 વાગ્યાના અરસામાં શેર રિકવરી સાથે 876.80 સુધી દેખાયો હતો. જોકે આ સમયે સ્ટોક 36.95 રૂપિયા અથવા 4.04% ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો.
Ministry of Railways has decided to withdraw the decision on IRCTC convenience fee pic.twitter.com/HXIRLxXTlL
— Secretary, DIPAM (@SecyDIPAM) October 29, 2021
રેલવેએ IRCTC પર Convenience Fees પરનો પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. IRCTCએ ગુરુવારે જાહેરાત કરી હતી કે કંપનીએ 50:50 ના રેશિયોમાં રેલવે સાથે આ ફી શેર કરવી પડશે. સેક્રેટરી દીપમે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
વાર્ષિક અહેવાલ મુજબ, IRCTCએ 2020-21 દરમિયાન સુવિધા ફીમાંથી રૂ. 299.13 કરોડની કમાણી કરી હતી. IRCTCના વાર્ષિક અહેવાલ મુજબ તેણે 2020-21 દરમિયાન Convenience Fees (જેને સર્વિસ ચાર્જ પણ કહેવાય છે) માંથી રૂ 299.13 કરોડની કમાણી કરી છે. કોરોના રોગચાળો આવ્યા પછી રેલવે ટિકિટ બુકિંગમાં ઘટાડો થવાને કારણે આ લાભો ઓછા થયા હતા. IRCTCએ 2019-20માં 349.64 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ગઈકાલે સ્ટોક સ્પ્લિટ થતા ૧૧ ટકા ઉછળ્યો IRCTCનું બહુપ્રતીક્ષિત સ્ટોક સ્પ્લિટ ગુરુવારે પૂર્ણ થયું હતું. કંપનીનો એક શેર પાંચ શેરમાં વિભાજીત થયો હતો. મતલબ કે જો તમારી પાસે IRCTCના 10 શેર હોય તો તે 50 શેર બનશે. શેરના વિભાજન પછી IRCTCના શેર આજે 10 ટકાથી વધુ ઊંચા વેપાર કર્યો હતો. કંપનીનો શેર આજે 11.74 ટકાના વધારા સાથે રૂ. 923 પર બંધ થયો હતો. બુધવારે કંપનીના શેર 4100ની ઉપર બંધ થયા હતા.
આ પણ વાંચો : Stock Update : પ્રારંભિક નરમાશ વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો? કરો એક નજર
આ પણ વાંચો : Share Market : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે મોટા ઘટાડા બાદ બજાર રિકવર થયું, નફાવસૂલી બાદ ખરીદારી થઇ