AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ભાવનગર એરપોર્ટ પર રાજયપાલે સ્વાગત કર્યું, રાષ્ટ્રપતિ મોરારી બાપુના આશ્રમની મુલાકાતે જવા રવાના

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ભવનની અખબારી યાદી મુજબ રાષ્ટ્રપતિ 28 ઓક્ટોબરથી ગુજરાતની મુલાકાત છે. તેમજ રાષ્ટ્રપતિ કોવિંદ 29 ઓક્ટોબરે ભાવનગરની મુલાકાતે છે. અહીંયાથી પ્રથમ મોરારીબાપુ સાથે મુલાકાત બાદ જિલ્લામાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે આવાસ યોજના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ભાવનગર એરપોર્ટ પર રાજયપાલે સ્વાગત કર્યું, રાષ્ટ્રપતિ મોરારી બાપુના આશ્રમની મુલાકાતે જવા રવાના
President Ramnath Kovind received by the Governor at Bhavnagar Airport
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 12:13 PM
Share

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી આજે ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસે આવી પહોંચતાં તેમનું ભાવનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપતિશ્રી ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં બાદ એરફોર્સના વિશેષ હેલિકોપ્ટરમાં ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં તલગાજરડા ગામ ખાતે જવાં રવાના થયાં હતાં.\

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર મુલાકાત દરમિયાન મહુવા ખાતે રાષ્ટ્રપતિ મોરારીબાપુ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઇને મોરારિ બાપુના ચિત્રકૂટ આશ્રમને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. ત્યારે હાલમાં બાપુના સેવકો અને લોકો હાજર છે. તમામ પ્રકારની વ્યવસ્થા અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ભવનની અખબારી યાદી મુજબ રાષ્ટ્રપતિ 28 ઓક્ટોબરથી ગુજરાતની મુલાકાત છે. તેમજ રાષ્ટ્રપતિ કોવિંદ 29 ઓક્ટોબરે ભાવનગરની મુલાકાતે છે. અહીંયાથી પ્રથમ મોરારીબાપુ સાથે મુલાકાત બાદ જિલ્લામાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે આવાસ યોજના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમના સ્વાગત માટે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના પ્રધાન જગદીશ પંચાલ, મુખ્ય અધિક સચિવ અને સચિવ સહિત અમદાવાદના મેયર ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની મુલાકાતે આવેલા રામનાથ કોવિંદ એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન ગયા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ 12:30 કલાકે રાજભવન ખાતે પહોંચ્યા હતા અને ત્યાર બાદ હવે બપોરનું ભોજન બાદ તેઓ અઢી કલાકથી સાંજના સાડા પાંચ કલાક સુધી ગુજરાત હાઇકોર્ટના મુખ્ય જસ્ટીસ અને અન્ય જસ્ટિસ સાથે ખાસ બેઠક યોજી. જેમાં ગુજરાતમાં કાયદાની પરિસ્થિતિ, હાઈ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં એ બાબતો અને ગુજરાતમાં કેટલા કેસો પેન્ડિંગ છે તે બાબતની પણ વિગતો લીધી તેવું પણ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત હાઇકોર્ટના જજ સાથેની બેઠક કર્યા બાદ સાંજે રાજભવન ખાતે એક ખાસ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્ય સરકારનાં અનેક પ્રધાનો હાજર રહ્યા. આ ઉપરાંત ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમ અંગેનો વધુ માહિતી પણ રાજભવન ખાતે તેમને આપવામાં આવી.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">