Ahmedabad : અમદાવાદના ઔડામાં આવતા એસપી રિંગરોડ સહિત શહેરના અનેક રોડની હાલત બિસ્માર, જુઓ Video
અમદાવાદના રસ્તાઓ પર વરસાદના કારણે ખાડા પડવા તે કોઈ મોટી વાત નથી. પરંતુ ચિંતાનો વિષય એ છે કે ખાડા પડવાને કારણે અકસ્માત સર્જાય છે અને તેને કારણે વાહનચાલકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.
Ahmedabad : અમદાવાદના રસ્તાઓ પર વરસાદના કારણે ખાડા પડવા તે કોઈ મોટી વાત નથી. પરંતુ ચિંતાનો વિષય એ છે કે ખાડા પડવાને કારણે અકસ્માત સર્જાય છે અને તેને કારણે વાહનચાલકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આટલું થયા પછી પણ જો તંત્ર તરફથી રસ્તા પર પડેલા ખાડા અંગે ગંભીરતાપૂર્વક વિચારવામાં ન આવે તો તે ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો : Ahmedabad: શક્તિસિંહ ગોહિલે આપ્યા સ્પષ્ટ સંકેત, કોંગ્રેસમાં કામ નહીં કરનારાને બતાવાશે બહારનો રસ્તો
અમદાવાદ શહેરમાં પડેલા વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર ખાડા સામ્રાજ્ય છે જ, સાથે અમદાવાદમાંથી પસાર થતા હાઈવેની પણ હાલત ખસ્તા થઈ છે. અમે વાત કરી રહ્યા છીએ ઔડામાં આવતા એસપી રિંગરોડની, વસ્ત્રાલ, અસલાલી અને રિંગરોડ પર રસ્તાની હાલત એટલી ખરાબ છે કે તેને હાઈવે કહેવો કે નહીં તે પણ પ્રશ્ન છે.
આ તરફ રોપડાથી હાથીજણ વચ્ચેના રસ્તા પર આવેલા રેલવે ઓવરબ્રિજ પર પણ મસમોટા ખાડા પડી ગયા છે. રસ્તા પર પડેલા ખાડા એક માત્ર સમસ્યા નથી. આ હાઈવે પર લગાવવામાં આવેલી અમુક લાઈટ્સ બંધ હાલતમાં છે. તો અમુક લાઈટ્સ જ ગાયબ છે. એક તરફ રસ્તા પર ખાડા અને બીજી તરફ રાત્રીના અંધારામાં ખાડાવાળા રોડ પરથી પસાર થવું વાહનચાલકો માટે મુસીબત બની ગઈ છે.
જોધપુર વોર્ડમાં ખાડારાજ !
તો આ તરફ અમદાવાદના જોધપુર વિસ્તારમાં પણ મસમોટા ખાડા પડી ગયા છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને લોકોને સારા રોડ આપવાની જગ્યાએ રોડ રિપેરીંગના નામે થીગડા કૌભાંડ આચર્યું હોય તેવુ લાગી રહ્યુ છે. અમદાવાદના જોધપુર વોર્ડમાં કોન્ટ્રાકટરે રોડ બનાવવામાં મસમોટું કૌભાંડ આચરતા લોકોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
એક જ રોડના ખાડા પૂરવામાં કોન્ટ્રાકટર દર વર્ષે લાખોના બિલ મુકે છે. અને ખાડા પૂરવામાં આવતા નથી. અમુક જગ્યાના ખાડા પૂરવામાં આવતા વાહન ચાલકોને ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દર વર્ષે માત્ર ખાડા રિપેરીંગ થાય છે. અને નવા રોડ બનતા જ નથી. રોડ પર થીગડા મારવામાં આવતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તાત્કાલિક ધોરણે રોડ પર ખાડા પૂરવામાં આવે તેવી સ્થાનિકોએ નઘરોળ તંત્રને માગ કરી હતી.