તાપીમાં દેશના પ્રથમ ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમનું આયોજન, ગુજરાતમાં સહકાર ક્ષેત્રથી સમૃધ્ધિ આવી : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં તાપીના બાજીપુરા ખાતે ‘સહકારથી સમૃધ્ધિ’ સંમેલન યોજાયું હતુ. અમિત શાહના હસ્તે સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરાયું.
તાપીમાં (Tapi) દેશના પ્રથમ ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ (AMIT SHAH) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પશુપાલકોને સંબોધન કર્યુ હતું. પશુપાલકોનો વિકાસ થાય તે હેતુથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા સહકારીતા વિભાગની રચના કરવામાં આવશે. સુમુલ ડેરીના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 લાખથી વધુ પશુપાલકો જોડાયા હતા. કાર્યક્રમમાં અમિત શાહે પશુપાલકોને સંબોધતા કહ્યું કે આ કાર્યક્રમ સહકારી માળખુ કેટલુ મજબૂત થયુ છે તેની સાક્ષી પૂરે છે. સાથે જ અમિત શાહે સહકારી ક્ષેત્રને (Cooperative sector) વધુને વધુ ઉન્નત કરવા માટે પશુપાલકોને આહ્વાન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં તાપીના બાજીપુરા ખાતે ‘સહકારથી સમૃધ્ધિ’ સંમેલન યોજાયું હતુ. અમિત શાહના હસ્તે સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરાયું. સાથે જ નવી પારડી સ્થિત બનનારા આધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ તથા પાવર વેર હાઉસનો શિલાન્યાસ કરાયો હતો. શાહે જણાવ્યું કે, આઝાદીનું 75મું વર્ષ દરેક માટે મહત્વનું છે. ગુજરાતમાં સહકાર ક્ષેત્રથી સમૃધ્ધિ આવી છે.
ગૃહમંત્રી અમિત શાહે પશુપાલકોને સંબોધન કર્યુ હતુ. પશુપાલકોનો વિકાસ થાય તે હેતુથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા સહકારીતા મંત્રાલય વિભાગની રચના કરવામાં આવશે. સુમુલ ડેરીના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 લાખથી વધુ પશુપાલકો જોડાયા હતા.
તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યુ કે, દૂધ ઉત્પાદકોને મારા રામ રામ અને પ્રણામ. ઐતિહાસિક સંમેલન તાપી ભૂમિ પર યોજાયું છે. આ કાર્યક્રમથી સહકારી માળખુ કેટલુ મજબૂત થયુ છે તેની સાક્ષી મળે છે. આ વર્ષ આઝાદીના અમૃત મહોત્સવનું છે. વડાપ્રધાન મોદીની દુનિયાભરમાં ખ્યાતિ છે. તેઓ આ મહોત્સવને અલગ અંદાજથી જોઈ રહ્યાં છે.
તેમણે કહ્યુ કે, 200 લીટરથી શરૂ થયેલી સુમુલ ડેરીની યાત્રા 20 લાખ લીટર સુધી પહોંચી છે. ખેડૂતો ભાઈ-બહેનોના પરિશ્રમ માટે રોજ 7 કરોડ રૂપિયાનુ દૂધ વેચાય છે. અઢી લાખ સભાસદના બેંક ખાતામાં સીધા પહોંચે છે. આદિવાસી બહેનોના ખાતામાં જે રૂપિયા જમા થાય છે, તે ચમત્કાર સહકારી આંદોલન અને સંઘબળનો છે. અમૂલના ત્રિભોવન પટેલના પુરુષાર્થથી થયુ છે.
સુરતમાં સુમુલ ડેરીની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ. सूरत में सुमुल डेयरी की विभिन्न योजनाओं का उद्घाटन व शिलान्यास… https://t.co/c7kyf5C09p
— Amit Shah (@AmitShah) March 13, 2022
આ પણ વાંચો : નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા મુદ્દે મનહર પટેલે ટ્વિટ કર્યું, ભરતસિંહેં કહ્યું સૌથી પહેલું આમંત્રણ મેં આપ્યું હતું