ભારે વરસાદને પગલે રાજ્યના જળાશયો છલકાયા, ઉકાઈ ડેમના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી

ચોમાસાની (monsoon) શરૂઆતથી ગુજરાત પર મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે.જેને કારણે રાજ્યના મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે.

ભારે વરસાદને પગલે રાજ્યના જળાશયો છલકાયા, ઉકાઈ ડેમના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી
Ukai Dam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 6:19 PM

હવામાન વિભાગની (Metrological department) આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં (South gujarat) ભારે વરસાદ વરસી રહ્યો છે.સુરત, (Surat) તાપી અને ડાંગમાં ગઈકાલથી વરસાદી માહોલ (heavy rain)  જોવા મળી રહ્યો છે.ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે.હાલ ડેમમાં 39,657 ક્યુસેક પાણીની આવક નોંધાઇ.જેથી ડેમની (Ukai dam) હાલની સપાટી વધીને 334.84 ફૂટ પર પહોંંચી છે.

રાજ્યમાં જળાશયોની સ્થિતિ

ચોમાસાની (monsoon) શરૂઆતથી ગુજરાત પર મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે.જેને કારણે રાજ્યના મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે.ગુજરાતના 207 ડેમમાં 68.20 ટકા પાણીની આવક થઈ છે.જો વિગતે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના (north gujarat) 15 ડેમમાં 28.47 ટકા,મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.89 ટકા,દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 74.80 ટકા,કચ્છના 20 ડેમમાં 70.09 ટકા,સૌરાષ્ટ્રના 141 ડેમમાં 56.88 ટકા અને નર્મદા સરદાર સરોવર ડેમમાં 79.37 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ

રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે.છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. જોકે હજુ આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે, તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. ગુજરાતના (gujarat) નવસારી, વલસાડ, તેમજ પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં અતિભારે વરસાદની આગાહી છે.અમદાવાદ શહેરમાં પણ વરસાદનો પ્રારંભ થવાની સંભાવના છે.ગઈકાલથી સુરતમાં મેઘરાજા મહેરબાન છે.

g clip-path="url(#clip0_868_265)">