Surat : કામરેજમાં ભારે વરસાદના પગલે વીજળી પડવાની ઘટના બની, પાંચ લોકો બેભાન થયા

સુરતના(Surat) કામરેજમાં ભારે વરસાદના(Rain) પગલે વીજળી( lightning)  પડવાની ઘટના બની છે. જેમાં કોળી ભરથાણા ગામે વીજળી પડતા પાંચ લોકો બેભાન થયા છે. જેમાં એક બાળક પણ છે તમામ લોકો હાલ દિનબંધુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 11:37 PM

સુરતના(Surat) કામરેજમાં ભારે વરસાદના(Rain) પગલે વીજળી( lightning)  પડવાની ઘટના બની છે. જેમાં કોળી ભરથાણા ગામે વીજળી પડતા પાંચ લોકો બેભાન થયા છે. જેમાં એક બાળક પણ છે તમામ લોકો હાલ દિનબંધુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં વરસાદથી બચવા તમામ લોકો ઝાડ નીચે ઉભા હતા તે સમયે વીજળી પડી હતી.

સુરતમાં ભારે વરસાદને પગલે રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પર પાણી ભરાયા છે. જેમાં નવા બનેલા મલ્ટી લેયર ફ્લાયઓવર પર  પાણી   ભરાયા છે. હાલ ડીસામાં બ્રિજ જેવી સ્થિતિ સુરતમાં સર્જાઈ છે. જેમાં બ્રિજ ઉપર પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત શહેરમાં ધોધમાર વરસાદથી વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ સિંગણપર વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર  માં ફરી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. મેઘરાજા ફરી સૌરાષ્ટ્રને ઘમરોળશે તેવી શક્યતા જોવાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં 8 અને 9 ઓગષ્ટે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

48 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

રાજ્યમાં આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા અને છૂટોછવાઓ વરસાદ રહેશે. 8 ઓગષ્ટે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જેમા વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">