હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે તાપીમાં કોંગ્રેસની રેલીમાં હાજરી આપી સરકાર પર પ્રહારો કર્યા
એવી પણ અટકળો હતી કે તાપી જિલ્લામાં આયોજિત કોંગ્રેસના યુવા સ્વાભિમાન સંમેલનમાં કાર્યક્રમમાં હાર્દિક હાજરી નહીં આપે, પણ તેણે તેમાં હાજરી આપી અને ભાષણ પણ કર્યું.
હાર્દિક પટેલ (Hardik Patel) કોંગ્રેસ (Congress) છોડીને ભાજપમાં જોડાવાનો હોવાની અટકળો વધી રહી છે ત્યારે હાલમાં જ તેણે વોટ્સએપ અને ટેલિગ્રામનો ડિસ્પ્લે ફોટો બદલ્યો છે. જણે આ અટકળોને વધુ હવા આપી છે. વોટ્સએપના ડીપી પર પોસ્ટ કરાયેલા તેના નવા ફોટામાં હાર્દિક પટેલ કેસરી ખેસ પહેરેલો જોવા મળે છે. આ ઉપરાંત તે થોડા દિવસ પહેલાં કોંગ્રેસ તરફની નારાજગી વ્યક્ત કરી ચૂક્યો છે અને ભાજપના વખાણ કરી ચૂક્યો છે. આ બધા વચ્ચે એવી પણ અટકળો હતી કે તાપી (Tapi) જિલ્લામાં આયોજિત કોંગ્રેસના યુવા સ્વાભિમાન સંમેલનમાં કાર્યક્રમમાં હાર્દિક હાજરી નહીં આપે, પણ તેણે તેમાં હાજરી આપતાં વળી પાછી નવી એટકળો શરૂ થઈ હતી. જોકે કેટલાક લોકોનું એવું પણ રકહેવું છે કે આ સંમેલનમાં હાર્દિકે કોંગ્રેસનો ખેસ પહેર્યો નહોતો.
જોકે તેણે યુવા સંમેલનમાં જે સ્પીચ આપી હતી તેમાં રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગાંધીનગરમાં જે સરકાર બેઠી છે એણે યુવાનોના સપના તોડવાનું કામ કર્યું છે. પેપર લીકના મુદ્દે મજબૂત કાયદો બનાવો પડશે. આ કાયદો બનશે ત્યારે યુવાનોને સમયસર નોકરી મળશે. આ કાર્યક્રમ આવતા 40 વર્ષ નું ભવિષ્ય નક્કી કરશે. હું ગર્વ સાથે કહું છું કે કોંગ્રેસ એકમાત્ર પાર્ટી છે જેણે આદિવાસી મુખ્યમંત્રી આપ્યા છે.
હાર્દિક કાંગ્રેસ છોડીને ક્યાંય જવાનો નથીઃ શ્રીનિવાસન
દરમિયાન હાર્દિક પટેલની નારાજગીને લઇ કોંગ્રેસના રાષ્ટ્રીય યુવા પ્રમુખ શ્રીનિવાસને સ્પષ્ટતા કરી હતી. સુરતમાં હાજર રહેલા રાષ્ટ્રીય યુવા પ્રમુખ શ્રીનિવાસને કહ્યું કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જ રહેશે. મારે હાર્દિક પટેલ સાથે વાત થઇ છે. તેઓ કોંગ્રેસ છોડી ક્યાંય જવાના નથી. કોંગ્રેસમાં જ રહેશે અને કામ કરશે. તો સાથે જ દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટીમાં કોઇ નારાજગી નથી.
તાપી જિલ્લા કોંગ્રેસના યુવા સ્વાભિમાન સંમેલનમાં કાર્યક્રમનો મંડપ ઉડયો
ભારે પવનના કારણે તાપી જિલ્લા કોંગ્રેસના યુવા સ્વાભિમાન સંમેલનમાં કાર્યક્રમનો મંડપ ઉડયો હતો. જોકે કોઇ જાનહાનિ થઈ નથી. કાર્યક્રમ કોંગ્રેસના યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને દક્ષિણ ગુજરાત કાર્યકરો મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
આ પણ વાંચોઃ દહેજના ઉદ્યોગો માટે જમીન સંપાદન બાદ ગૌચર અને રોજગારીના વાયદા પૂર્ણ ન થતા ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા
આ પણ વાંચોઃ નરેશ પટેલે રાજકારણમાં ના જવુ જોઈએ, ખોડલધામની પોલિટિક્લ સમિતિના આંતરિક સર્વેમાં વ્યકત થયો મત