AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TAPI: તાપી નદીના કિનારે યોજાયો લેઝર શો, લાઇટોથી ઝગમગી ઉઠ્યો તાપીનો કિનારો

અંદાજે દોઢ બે કલાક સુધી તાપી નદીના કિનારે આ લેઝર શો ચાલ્યો હતો. જેને જોવાનો સુરતના લોકોએ લ્હાવો લીધો હતો. વિવિધ રંગોની લાઈટથી તાપી નદીનો કિનારો ખૂબ જ સુંદર અને રમણીય લાગી રહ્યો હતો.

TAPI: તાપી નદીના કિનારે યોજાયો લેઝર શો, લાઇટોથી ઝગમગી ઉઠ્યો તાપીનો કિનારો
Leisure show held on the bank of Tapi river
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 4:24 PM
Share

રાજ્ય સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi Amrut Mahotsav) અંતર્ગત વિવિધ સ્થળોએ વિવિધ આયોજનો કરી રહી છે. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ સુરત જિલ્લા (Surat District)માં નદી ઉત્સવ ઉજવવામાં આવ્યો. તાપી નદીના કિનારે તાપી મહોત્સવની ઉજવણીના ભાગ રુપે લેઝર શો (laser show)નું આયોજન કરવામાં આવ્યુ હતું. સુરતના જહાંગીરપુરા કુરુક્ષેત્ર વિસ્તારમાં લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત (Surat)ની જનતાએ આ અદભુત લેઝર શો ((laser show)ની મજા માણી હતી.

તાપી નદીના કિનારે લેઝર શો

તાપી નદીના કિનારે લેઝર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરતના મેયર, ઉર્જા અને કૃષિ પ્રધાન મુકેશ પટેલ, ધારાસભ્ય અને ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કુરુક્ષેત્ર ઓવારા ખાતે મોટી સંખ્યામાં સુરતીઓ હાજર રહ્યા હતા. લેઝર શોની રંગીન લાઇટોની વચ્ચે તાપી નદીનું સૌંદર્ય ખરેખર ખૂબ જ મનમોહક અને આકર્ષક લાગતું હતું. દેશભક્તિના ગીતો સાથે લેસર શોનું આયોજન લોકોએ મન મૂકીને માણ્યું હતું. સુરતની જનતા પોતાના મોબાઈલના કેમેરામાં આ સમગ્ર લેઝર શોને કેદ કરતા જોવા મળ્યા હતા.

નદી ઉત્સવ અંતર્ગત ઉજવણી

રાજ્ય સરકાર નદી ઉત્સવ અંતર્ગત રાજ્યની નદીઓના કિનારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. રિવરફ્રન્ટ વિકસાવવાની વાતો કરી રહી છે. ત્યારે નદી ઉત્સવ અંતર્ગત તાપી નદીના કિનારે યોજાયેલો આ સુંદર લેઝર શોનો કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

મોટી સંખ્યામાં લોકોએ લેઝર શો માણ્યો

અંદાજે દોઢ બે કલાક સુધી તાપી નદીના કિનારે આ લેઝર શો ચાલ્યો હતો. જેને જોવાનો સુરતના લોકોએ લ્હાવો લીધો હતો. વિવિધ રંગોની લાઈટથી તાપી નદીનો કિનારો ખૂબ જ સુંદર અને રમણીય લાગી રહ્યો હતો. તાપી નદીના કિનારે યોજાયેલા લેઝર શોમાં મ્યુઝિકની અલગ અલગ થીમ ઉપર નૃત્ય કરતી લાઈટોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

આ પણ વાંચોઃ BHARUCH : ભરૂચમાં બેદરકારોએ ભારે કરી , મેળામાં ટોળા અને કોલેજમાં શિક્ષિત અભણોના આંખમિચામણા, જુઓ કોરોનાને ખુલ્લુ ઈન્વિટેશન

આ પણ વાંચોઃ  આમ આદમી પાર્ટીના નેતાઓની સાબરમતી જેલમાંથી મુક્તિ થઇ, ગાંધીનગર સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા

આ પણ વાંચોઃ Corona: ફોનમાં જ મળી જશે હોસ્પિટલ, બેડ અને દવાની જાણકારી, આરોગ્ય કમિશનરે TV9 ને આપી આ ખાસ માહિતી

g clip-path="url(#clip0_868_265)">