AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આમ આદમી પાર્ટીના નેતાઓની સાબરમતી જેલમાંથી મુક્તિ થઇ, ગાંધીનગર સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા

આમ આદમી પાર્ટીના નેતાઓની સાબરમતી જેલમાંથી મુક્તિ થઇ, ગાંધીનગર સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 12:44 PM
Share

તાજેતરમાં  (BJP) ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. આ કેસમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત 55 આપ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના નેતાઓ આજે જેલમાંથી બહાર આવી ગયા છે.. અમદાવાદની (Ahmedabad) સાબરમતી જેલમાંથી (Sabarmati jail) આજે આપ પાર્ટીના નેતાઓનો છુટકારો થયો છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિત AAPના 55 નેતાઓ અને કાર્યકરોને ગાંધીનગર (Gandhinagar) સેશન્સ કોર્ટે ગઈકાલે શરતી જામીન આપ્યા હતા. જે બાદ આજે કોર્ટમાંથી મળેલું બીડું જેલમાં જમા કરાવાયું છે. જેથી હવે ટૂંક સમયમાં જ AAPના નેતાઓ અને કાર્યકરો જેલમાંથી બહાર આવી ગયા છે. જેલમુક્તિ બાદ તેઓ સીધા જ નરોડાના મેવાડા હોલ ખાતે ભેગા થશે. જ્યાં આગામી રણનીતિ ઘડવામાં આવશે.

તાજેતરમાં  (BJP) ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. આ કેસમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત 55 આપ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે 30 ડિસેમ્બર 2021ના રોજ ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે, 20 ડિસેમ્બરના રોજ ભાજપના હેડ ક્વાર્ટર ખાતે આપ (AAP) અને આપની યુથ વિંગના (Youth Wing) નેતાઓ અને કાર્યકરો એકઠા થઈને કમલમનો (KAMLAM) ઘેરાવ કર્યો હતો. આપ નેતાઓના આંદોલનની ગંધ આવી જતા સચિવાલયે દરવાજા બંધ કરાયા હતા. તેવામાં આપ (AAP) નેતાઓનો દાવ ઊંધો પાડ્યો હતો. અને સીધા જ ગુજરાત ભાજપ હેડક્વાર્ટર વિરોધ કરવા પહોંચી ગયા હતા.

11 દિવસ પહેલા ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું. સ્થિતિ ત્યાં સુધી વણસી કે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જે બાદ પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી. જેમાં ઘણા કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા.

 

આ પણ વાંચો : Gandhinagar : આખરે 11 દિવસ બાદ ઇસુદાન અને ગોપાલ ઇટાલિયા સહિત AAPના 55 નેતાઓને શરતી જામીન મળ્યા

આ પણ વાંચો : બનાસકાંઠા : નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું કામ પૂર્ણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઇ શકે છે

g clip-path="url(#clip0_868_265)">