કોરોનાને પ્રસરતો અટકાવવા સાબરકાંઠાના તખતગઢે અપનાવ્યુ સ્વૈચ્છીક લોકડાઉન

સાબરકાંઠા જીલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધવા લાગી છે, સત્તાવાર કોરોના અંગેનો આંક પણ નવસોની આસપાસ પહોંચવા આવ્યો છે, ત્યા હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનુ સંક્રમણ પ્રસરવા લાગ્યુ છે. જેને લઇને હવે કેટલાક ગ્રામ્ય વિસ્તારોએ પણ, સાવચેતી દાખવવી શરુ કરી દીધી છે. જેમાંના એક તખતગઢ ગામે તો એક સપ્તાહનું સ્વંયભુ લોકડાઉન જાહેર કરી દીધુ છે   […]

કોરોનાને પ્રસરતો અટકાવવા સાબરકાંઠાના તખતગઢે અપનાવ્યુ સ્વૈચ્છીક લોકડાઉન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 18, 2020 | 1:51 PM
સાબરકાંઠા જીલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધવા લાગી છે, સત્તાવાર કોરોના અંગેનો આંક પણ નવસોની આસપાસ પહોંચવા આવ્યો છે, ત્યા હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનુ સંક્રમણ પ્રસરવા લાગ્યુ છે. જેને લઇને હવે કેટલાક ગ્રામ્ય વિસ્તારોએ પણ, સાવચેતી દાખવવી શરુ કરી દીધી છે. જેમાંના એક તખતગઢ ગામે તો એક સપ્તાહનું સ્વંયભુ લોકડાઉન જાહેર કરી દીધુ છે
 

Takhatgadh

આ સુમસામ રસ્તાઓ અને ગલીઓ જોઇને જ લાગે છે કે, આ ગામને કોઇ સંકટની દહેશત લાગી રહી છે, બિલકુલ આ ગામને પણ કોરોના અંગેની દહેશત છે . એટલે જ હવે આ ગામની ગલીઓ અને ચોરા પણ સુમસામ બન્યા છે. દીવસનો સમય હોવા છતાં આ વિસ્તારના મોટા ગામમાં કોઇ જ ચહલ પહલ જોવા મળતી નથી, કારણ કે આ ગામમાં છે સ્વૈચ્છીક લોકડાઉન.
સાબરકાંઠા જીલ્લાના તખતગઢ ગામને લોકડાઉન સ્વયંભુ રીતે જાહેર કરવામાં આવ્યુ છે. ગામના લોકો પણ ગામમાં કોરોના ના સંક્રમણને લઇને સાવચેતીના પગલા દાખવવા, રુપ લોકડાઉનનો ચુસ્ત અમલ પણ કરતા જોવા મળી રહ્યા છે. આસપાસના ગામડાઓ એક તરફ બીન્દાસ્ત જોવા મળી રહ્યા છે, ત્યાં તખતગઢ ગામે કોરોનાને પરાસ્ત કરવા માટે, સ્વંયભુ જ કહી શકાય તેમ દાખલા રુપ પ્રયાસ કર્યો છે. ગામના લોકો પણ, સવાર સાંજની એક એક કલાકની અપાયેલી છુટછાટનો પણ મર્યાદીત ઉપયોગ કરે છે. જેમાં ગામના લોકો પશુપાલન અને દુધ અંગેના કામકાજ પુર્ણ કરી લે છે બાકી આ સિવાય તમામ લોકો ઘરે જ રહીને લોકડાઉનની લક્ષ્મણ રેખાનુ પાલન કરી રહ્યા છે.
 

Takhatgadh

શરુઆતમાં તખતગઢ ગામમાં પણ કોરોનાએ દેખા દીધી, ધીમે ધીમે તેનો પગપેસારો ગામમાં પણ વધવા લાગ્યો હતો, અને કેટલાક લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. પરંતુ એ દીશામાં શરુઆતમાં કાળજી દાખવવામાં આવી હતી. પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારમાં વધતા સંક્રમણ અંગેના, સમાચારો સામે આવવા લાગતા, હવે ગામ લોકોએ સોશીયલ મિડીયાના પ્લેટફોર્મથી, લોકડાઉનના મંતવ્ય અંગે મત રજુ કર્યો હતો. જેને લઇને આખરે ગ્રામ પંચાયત દ્રારા, લોકડાઉનને અમલી બનાવવામાં આવ્યુ હતુ. હાલમાં એક સપ્તાહ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં પશુપાલકોને બે કલાકની છુટછાટ આપવામાં આવી છે. આ સમયગાળા દરમ્યાન ,જરુરી લોકો જ મર્યાદીત અવર જવાર કરી શકે છે, બાકીના તમામ સમય ગાળા દરમ્યાન ગામ એક દમ સુમસામ રહે છે.

Sarpanch Takhatgadh

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
 
સરપંચ નિશાંત પટેલે વાતચીત કરતા કહ્યુ કે, અમને લોકોએ માહિતી મળી હતી સરકારી દવાખાને થી તે પ્રમાણે કોરોના ના સંક્રમણને અટકાવવા માટે અમે ગામના લોકો સાથએ ચર્ચા કરી હતી. જેને લઇને આખરે સ્વંયભુ લોકડાઉનની અમલવારી કરી છે, અમે બે કલાક ની છુટછાટ દુધ અને પશુપાલન માટે રાખી છે.
 

આમ તો લોકડાઉનને લઇને લોકોએ તખતગઢ માં સક્રમણ ને લઇને ખોટી વાતો પણ ફેલાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ગામના લોકોએ સંક્રમિત લોકોની સીમીત સંખ્યા અને ગ્રામ્ય વિસ્તારમાં વધતા સંક્રમણને ધ્યાને રાખીને કરેલો આ પ્રયાસ કોરોના ને મહાત આપવા માટે દાખલા રુપ બની રહ્યો છે.

આ પણ વાંચોઃમોદીને શિવાજી સાથે સરખાવાતા, મરાઠી સમાજના લોકોની લાગણી દુભાઈ, દોષીત સામે પગલાં ભરવા સાયબર ક્રાઈમમાં કરાઈ અરજી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">