માંગરોળમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ બ્લેકમેઈલ થતા હોવાની નોંધાવી ફરિયાદ
જૂનાગઢના માંગરોળમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસજીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં પોલીસે ભાવેશ લાડાણી, જીતુ વડારિયા, વિક્રમસિંહ કાગડા અને આજીમાબાનુ નામની મહિલાની ધરપકડ કરી છે. સ્વામીએ પોતાને બ્લેકમેઈલ કરાતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ […]
જૂનાગઢના માંગરોળમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસજીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં પોલીસે ભાવેશ લાડાણી, જીતુ વડારિયા, વિક્રમસિંહ કાગડા અને આજીમાબાનુ નામની મહિલાની ધરપકડ કરી છે. સ્વામીએ પોતાને બ્લેકમેઈલ કરાતા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ RBIના નવા નિર્દેશ પછી 24 કલાક સુધી મળશે આ સુવિધા, આ છે નવા નિયમ
આ સાધુને સોશિયલ મીડિયાના આધારે એક મહિલાએ પોતાની જાળમાં ફસાવી 24 નવેમ્બરના રોજ અમદાવાદના નવરંગપુરામાં આવેલી ખાનગી હોટલમાં બોલાવ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંનેએ એકબીજાની સહમતીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જેના થોડા દિવસો બાદ સ્વામીને અજાણ્યા નંબર પરથી કેટલાક પુરુષોના ફોન આવતા હતા. જેઓ બ્લેકમેઈલ કરતા હતા કે મહિલા અને તેમના અંગત પળોની વીડિયો તેમની પાસે છે. અને તે વીડિયો તેઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરશે.
આ માટે અજાણ્યા પુરુષોએ તેમની પાસે 50 લાખ રૂપિયાની માગણી કરી હતી અને પૈસા નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી. આ ઘટના બાદ સ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.. પોલીસે આ ફરિયાદ બાદ 4 લોકોની ધરપકડ કરી છે.