Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar : સાળંગપુર વિવાદને પગલે સાધુ સંતોની મળેલી બેઠકમાં પસાર કરાયા 14 ઠરાવ, જાણો

આ મહાસંમેલનમાં અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી, ઋષિ ભારતી મહારાજ, શેરનાથ બાપુ, દુર્ગા દાસજી, લલિત કિશોરજી, ગંગા દાસજી ઉપસ્થિત રહ્યા.આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વારંવાર થતા દેવી-દેવતાઓના અપમાન મુદ્દે ભવિષ્યની રણનીતિ ઘડવામાં આવી. અગાઉ 2 સપ્ટેમ્બરના દિવસે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ બેઠક મળી હતી.

Surendranagar : સાળંગપુર વિવાદને પગલે સાધુ સંતોની મળેલી બેઠકમાં પસાર કરાયા 14 ઠરાવ, જાણો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 2:29 PM

Surendranagar : સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો (Salangpur Hanuman Temple Controversy) હટાવવામાં આવ્યા છે. તેમ છતા સુરેન્દ્રનગરના લીંબડીમાં આજે સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન યોજાયુ. લીંબડીના નિમ્બાર્ક પીઠ સ્થિત મોટા મંદિર ખાતે આયોજીત સંત સંમેલનમાં રાજ્યભરમાંથી મોટા સંતો હાજર રહ્યા. સંતો દ્વારા 14થી વધારે ઠરાવ પર કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Surendranagar : લીંબડીમાં આજે સનાતન ધર્મના સંતોનું મહા સંમેલન, સંતો 20થી વધુ ઠરાવ પર મહત્વના નિર્ણય લે તેવી શક્યતા

આ મહાસંમેલનમાં અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી, ઋષિ ભારતી મહારાજ, શેરનાથ બાપુ, દુર્ગા દાસજી, લલિત કિશોરજી, ગંગા દાસજી ઉપસ્થિત રહ્યા.આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વારંવાર થતા દેવી-દેવતાઓના અપમાન મુદ્દે ભવિષ્યની રણનીતિ ઘડવામાં આવી. અગાઉ 2 સપ્ટેમ્બરના દિવસે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ બેઠક મળી હતી, ત્યાબાદ આજે 5 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્ર નગરના લીમડી ખાતે બેઠક મળી. જેમાં વિવિઘ 14 ઠરાવ રજુ કરવામાં આવ્યાં છે જે નીચે પ્રમાણે છે.

Liver Problem : લીવર ફેટી થયા પછી શરીરમાં કયા લક્ષણો દેખાય ?
શું દહીં ખાવાથી સુગર લેવલ વધે છે?
Shabar Mantra : હનુમાનજીનો સૌથી પ્રિય સાબર મંત્ર, જાણો તેના ચોંકાવનારા ફાયદા
પાકિસ્તાન કે ઈરાન નહીં, ભારતના આ પાડોશી દેશને નફરત કરે છે આખી દુનિયા
તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ગરોળીને ઉભી પૂંછડીએ ઘરની બહાર ભગાડશે
AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું

સનાતની સંતોની બેઠકમાં નીચે મુજબના ઠરાવ પસાર કરવામાં આવ્યા

  1. સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ લગાડવો નહી સર્વોપરી કઈ રીતે તેનો ખૂલાસો માગવો
  2. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગુજરાતમાં સનાતની હિન્દુ ધર્મ પ્રેમી પ્રજામાં શાન્તિ ડહોળાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનદાદા અને સનાતનધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરી સનાતન-ધર્મના 125 કરોડ ભાવિક ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે.
  3. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભકતો સહજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટદેવ માનતા હોઈ સ્વામિનારાયણ મંદીરમાં કોઈ પણ જગ્યાએ સનાતનધર્મના દેવી-દેવતાઓનું સ્થાપન ન કરવું જોઈએ.
  4. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સનાતનધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ થયો છે તે તમામ ભાગ કાયમી ધોરણે દૂર કરવા.
  5. સનાતનધર્મના દેવી-દેવતાઓને જ્યાં જ્યાં નીચે દેખાડી સહજાનંદ સ્વામીને સર્વોપરી સિદ્ધ કરવાનો હીન પ્રયાસ થયો છે તેવા ચિત્રો કે મૂર્તિઓ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાંથી દૂર કરવા,
  6. સનાતનધર્મના નામે કોઈ પણ સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હોદ્દા ઉપર હોય તો તેઓને તે હોદ્દા ઉપરથી રાજીનામાં લઈ જે તે હોદ્દા ઉપરથી બરખાસ્ત કરવા.
  7. સનાતનધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મા છે એવું કહી સનાતનધર્મની લીટી ભુંસી પોતાની લીટી મોટી કરવાના પ્રયાસો ક્યારે ન કરવા.
  8. સનાતનધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબ્જે કરેલી હોય તે જગ્યા ખાલી કરાવી શ્રીસરકારને પરત કરવી અથવા સનાતનધર્મની સંસ્થાને સોંપવી.
  9. સનાતન હિન્દુ દેવી-દેવતાઓ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક લગાવવું નહીં.
  10. સ્વામિનારાયણ મંદીર કે મ્યુઝીયમાં ચિત્ર પ્રદર્શની કે વિડીયો ફીલ્મમાં ક્યાંય હિન્દુ સનાતની દેવી-દેવતા (શ્રીરામ, કૃષ્ણ,દેવીમાં,હનુમાનજી, શિવપાર્વતીના)ના અપમાન જનક ચિત્રો કે ફિલ્મ બનાવવી નહીં.
  11. સનાતન દેવી-દેવતાઓનું અપમાન ન થાય તેના માટે અને સનાતન ધર્મના ઉત્થાન માટે સંતો વતી કાયદાકીય લડત માટે ડો. વસંતભાઈ પટેલને નિમણૂંક કરવામાં આવે.
  12. સનાતન સંપ્રદાયના સાધુ અન્ય કોઈ પણ સંપ્રદાયના સાધુને નીચા ગણ નથી માટે અન્ય કોઈ સંપ્રદાય સનાતન સાધુને નીયા ગણવાનો પ્રયત્ન કરશે તો કાયદાકીય પગલા ભરાશે.
  13. સમગ્ર સનાતન ધર્મને બચાવવા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતીની રચના કરવી જેમાં સમગ્ર ગુજરાતમાંથી સંતોની નિમણુંક કરવી.જે સમિતીનો નિર્ણય જ કોઈ પણ બનાવમાં માન્ય ગણવો.
  14. નાથ સંપ્રદાયને લઇને સ્વામિનારાયણ વડતાલના સંતનો જે બફાટ થયો તે વિષયમાં તુરંત પગલા ભરવા

આ બેઠકમાં ગુજરાત ભર માંથી વિવિઘ સાધુ સંતો ઊપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ત્વે જ્યોતિ નાથ બાપુ, દેવદાસ બાપુ, ઋચી ભારતી બાપુ, રામદાસ બાપુ, મધુ દાસ બાપુ આ આ ઉપરાંત જગત ગુરુ શંકરાચાર્ય ઓનલાઇન જોડાયા હતા. સહિત ના અગ્રણી સાધુ હાજર રહ્યા હતા.

(વિથ ઇનપુટ-ઋત્વિક પટેલ)

સુરેન્દ્રનગર સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
g clip-path="url(#clip0_868_265)">