AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar : લિંબડીના મહાલક્ષ્મી મંદિર પાસે 360 વર્ષ પૌરાણિક 15 ખાંભી મળી આવી

Surendranagar : લીંબડી પાસેથી 360 વર્ષ જૂની 15 ખાંભી મળી છે. સંતકુટિર ખોળકૂવાના ખોદકામ દરમિયાન 360 વર્ષ દરમિયાન 15 પૌરાણિક ખાંભી મળી.

Surendranagar : લિંબડીના મહાલક્ષ્મી મંદિર પાસે 360 વર્ષ પૌરાણિક 15 ખાંભી મળી આવી
લીંબડી પાસેથી મળી જૂની ખાંભી
Charmi Katira
| Edited By: | Updated on: Jan 19, 2021 | 11:02 AM
Share

હિન્દુ ધર્મમાં પૌરાણિક વસ્તુઓનું અનેરું મહત્વ બતાવવામાં આવ્યું છે. લોકો પૌરાણિક વસ્તુ માટે અનેક સંશોધન કરે છે. હાલમાં જ લીંબડી(LIMBADI) પાસેથી 360 વર્ષ જૂની 15 ખાંભી મળી છે.

સુરેન્દ્રનગર (SURENDRANAGAR) જિલ્લાના લીંબડીમાં (LIMBADI) આવેલા મહાલક્ષ્મી મંદિર (MAHALAKSHMI TEMPLE) પાસે આવેલા સંતકુટિર ખોળકૂવાના ખોદકામ દરમિયાન 360 વર્ષ દરમિયાન 15 પૌરાણિક ખાંભી મળી હતી. આ ખાંભીઓને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, 17 મી સદીમાં ક્ષાત્રધર્મ નિભાવતા વીરગતી પામેલા ક્ષત્રિયોની છે. આ ખાંભીઓની શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. આ ખાંભીઓ ખાળકુવાના ખોદકામ સમયએ 12 ફૂટ ઊંડાઈથી ખાંભી મળી આવી હતી. ખોદકામ દરમિયાન જુદી-જુદી ખાંભી મળી આવી હતી. નોંધનીય છે કે, વર્ષો પહેલા પણ ચાર ખાંભી મળી હતી.

આ ખોદકામ દરમિયાન જે ખાંભીઓ મળી છે તે ખાંભીઓ પર લાગેલી માટીને ગંગાજળ અને શુદ્ધ પાણીથી સ્વચ્છ કરવામાં આવી હતી. આ ખાંભીઓ પર પ્રાચીન લિપિથી લખાણ હોય વાંચી શકે તે માટે જાણકારોને બોલાવી ખાંભી કોની છે તે અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાણકારોના અનુસાર, 17 મી સદીમાં ક્ષત્રિય લોકો ધર્મ નિભાવતા શહીદ થયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જૂની ભાષાના જાણકારના અનુસાર, આઅ 15માંથી 3 ખાંભીની ઓળખ થઈ ચૂકી છે. આ ખાંભી સવંત 1717 સુદ અગિયારસના દિવસે પરમાર ખેતાજી, સવંત 1766 આસો સુદ તેરસને બુધવારે અમરજી સરવણિયા (સરવૈયા) અને 1770માં લીંબડીની ગાદી સંભાળતા કુંવરશ્રીના કામ આવી ગયેલા રણમલજી સરવણિયા (સરવૈયા)ની હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: LOVE JIHAD પર NASEERUDDIN SHAHએ વ્યક્ત કરી નારાજગી, લગ્ન બાદ માતાએ પૂછ્યું, શું બદલીશ પત્નીનો ધર્મ ?

g clip-path="url(#clip0_868_265)">