LOVE JIHAD પર NASEERUDDIN SHAHએ વ્યક્ત કરી નારાજગી, લગ્ન બાદ માતાએ પૂછ્યું, શું બદલીશ પત્નીનો ધર્મ ?
બોલિવૂડના દિગ્ગજ એક્ટર નસીરૂદ્દીન શાહએ (NASEERUDDIN SHAH) ફરી એક વાર લવ જેહાદ (LOVE JIHAD) મામલે નારાજગી વ્યક્ત કરી છે.
બોલિવૂડના દિગ્ગજ એક્ટર નસીરૂદ્દીન શાહએ (NASEERUDDIN SHAH) ફરી એક વાર લવ જેહાદ (LOVE JIHAD) મામલે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ કહ્યું હતું કે, આ ટર્મ એટલા માટે ઉછળવામાં આવે છે જેથી હિન્દુ (HINDU) અને મુસ્લિમ (MUSLIM) વચ્ચેનું અંતર વધી રહ્યું છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, મને એ વાતની નારાજગી છે કે યુપીમાં(UP) લવ જેહાદનો તમાશો બનાવીને લોકો એકબીજાને કહી રહ્યા છે. જે લોકોએ આ શબ્દનો ઉપયોગ કર્યો છે તેને જેહાદ શબ્દનો મતલબ જ નથી ખબર. નસરુદ્દીન શાહએ કહ્યું હતું કે, લવ જેહાદ જેવી વાત રાજનીતિને દેણ છે. જેના પર હું બેહદ ગુસ્સે છું.
આ સાથે જ કહ્યું હતું કે, મને નથી લાગતું કે કોઈ એટલું બેવકૂફ હશે જે આ મામલે મુસ્લિમ હિન્દુ જનસંખ્યાને ઓવરટેક કરી લેશે. જેની કલ્પના પણ નથી થઈ શકતી. ગત વર્ષે નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશ ભારતનું પહેલું રાજ્ય બન્યું જેણે બળજબરીથી ધર્મ પરિવર્તન સામે વટહુકમ પસાર કર્યો. છેલ્લા કેટલાક મહિનામાં હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ પણ લગ્નની આડમાં હિન્દુ મહિલાઓને ઇસ્લામ ધર્મમાં પરિવર્તિત કરવાના કથિત પ્રયાસો સામે કાયદો ઘડવાની યોજના પર વાત કરી છે.
નસીરુદ્દીનએ તેની અંગત જિંદગી વિષે જણાવ્યું હતું કે, તેને રત્ના પાઠક સાથે લગ્ન કર્યા હતા. તે સમયએ મારી માતાએ પૂછ્યું હતું કે, શું તે લગ્ન બાદ ધર્મ પરિવર્તન કરશે. તે સમયએ મે મારી માતાના આ સવાલનો જવાબ ‘ના’ આપ્યો હતો.
નસીરુદ્દીન શાહે કહ્યું કે હું હંમેશાં સમજતો હતો કે હિન્દુ મહિલા સાથેના મારા લગ્ન સમાજમાં એક ઉદાહરણ હશે. તેમણે કહ્યું, ‘અમે અમારા બાળકોને દરેક ધર્મ વિશે શીખવ્યું છે. પરંતુ અમે તેને ક્યારેય કોઈ એક ધર્મનું પાલન કરવાનું કહ્યું નહીં. હું હંમેશાં માનું છું કે આ તફાવતનો ધીમે ધીમે હલ થશે.
ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, લવ જેહાદના નામે યુવા યુગલો પર ત્રાસ ગુજારતા જોઈને દુખ થાય છે. તેણે કહ્યું, આ તે વિશ્વ નથી જેનું મેં સપનું જોયું છે. “તમને જણાવી દઈએ કે, અગાઉ નસીરુદ્દીન શાહના એક નિવેદનને લઈને બબાલ થઈ હતી. જ્યારે તેમણે 2018માં કારવાં-એ-મોહબ્બતને કહ્યું હતું કે ઘણી જગ્યાએ પોલીસ કર્મચારીની હત્યા કરતાં ગૌહત્યાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.”
આ પછી નસિરુદ્દીને કહ્યું,તેનો ખોટો મતલબ કાઢવામાં આવી રહ્યો છે કે હું ડર મહેસુસ કરી રહી છું. વારંવાર કહું છું કે હું નથ ડરી રહ્યો ? હું કેમ ડરું ? આ મારો દેશ છે. હું મારા ઘરમાં છું. મારા પરિવારની પાંચ પેઢીઓ આ માટીમાં દફન થઈ ચૂકી છે. મારા પૂર્વજો અહી 300 વર્ષથી રહ્યા છે. શું આ મને હિન્દુસ્તાની નથી હોતો, મારે બીજું શું જોઈએ? ‘
આ પણ વાંચો: SALMAN KHANએ તૈયાર કર્યું ડુંગળીનું અથાણું, વિડીયો થઈ રહ્યો છે SOCIAL MEDIAમાં વાયરલ