હાથમાં નકલી તમંચો અને સિગારેટ લઈને કરી રહ્યા હતા સ્ટંટ, સુરત પોલીસે કરી એવી કાર્યવાહી કે જોડી દીધા હાથ
સુરતમાં બે નાબીરાના વિડીયો વાયરલ થયા હતા. જેમાં તેઓ બાઈક પર જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. બાદમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
સોશિયલ મીડીયાના દેખાડાએ યુવાનોને જે રસ્તે ચડાવ્યા છે, ત્યાંથી પાછું ફરવું તેમના માટે મુશ્કેલ છે. પરંતુ જો આ રીતે જ યુવાનો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતા રહ્યા તો તે આવનારી પેઢી માટે ખુબ જોખમી બની શકે છે. ફેમશ થવાની લાહ્યમાં યુવાનો જોખમી વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મુકતા હોય છે. તમને જણાવી દઈએ કે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો.
જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ
હાલ કોરોનાના કારણે સુરત શહેરમાં રાત્રી કફર્યૂ અમલમાં છે. ત્યારે બીજી તરફ નિયમના ધજાગરા ઉડાવતો એક વિડીયો સામે આવ્યો છે. કોરોનાના નિયમનો ભંગ તો આ વિડીયોમાં જોવા મળે જ છે. સાથે ટ્રાફિકના નિયમોનો ભંગ અને જોખમી સ્ટંટ પણ જોવા મળે છે. બે યુવક બાઈક પર જોખમી સ્ટંટ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જેમાં ખલનાયક ફિલ્મનું સોંગ સેટ કરીને રીલ બનાવવામાં આવી હતી.
નબીરો ખલનાયક ના વહેમમાં જોવા મળ્યો
તો આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, બે યુવકો બુલેટ બાઈક પર કફર્યૂના સમયમાં નીકળે છે. એક યુવક બાઈક ચલાવી રહ્યો છે અને બીજો બાઈક ચાલવતા યુવકના ખભાની ઉપર બેઠો છે અને હાથમાં પિસ્તલ જેવું હથીયાર છે. સાથે ઉપર બેઠા બેઠા સિગારેટ ફૂંકી રહેલો આ નબીરો ખલનાયક ના વહેમમાં જણાઈ રહ્યો છે. તો બીજી તરફ એક યુવક આ વિડીયોને શૂટ પણ કરી રહ્યો છે. આ ઘટનામાં અમરોલી પોલીસ મથકના કોન્સ્ટેબલ કિરીટ ઠક્કરે તપાસ શરુ કરી હતી. અને તાત્કાલિક વિડીયોમાં દેખાતા બંને યુવકોને ઝડપી પાડ્યા હતા.
પિસ્તલ જેવું દેખાતું હથીયાર લાઈટર
પોલીસ તપાસમાં બાઈક ચાલક ભરત પ્રવીણભાઈ ગઢવી હતો કે જે અમરોલી છપરાભાઠા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું. આ યુવક રત્નકલાકાર તરીકે કામ કરતો હોવાનું બાહર આવ્યું હતું. ઉપરાંત ખભા ઉપર બેસનાર વ્યક્તિનું નામ નાગાજણ હરદાસભાઈ ઓડેદરા છે. અને એ પણ અમરોલી છપરાભાઠા ખાતે રહે છે. મુખ્ય વાત એ છે કે પિસ્તલ જેવું દેખાતું હથીયાર લાઈટર હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
બેકાર યુવકને સોશિયલ મીડિયાની લત
પોલીસે બંને આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ સોશ્યલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહે છે. આ વિડીયો તેઓએ 14 ડિસેમ્બરે રાત્રીના બે વાગ્યે અમરોલી સાયણ રોડ પર બનાવ્યો છે. તો સોશિયલ મીડિયામાં 26 ડીસેમ્બરના રોજ અપલોડ કર્યો હતો. વધુમાં બાઈક ચાલકના ખભા ઉપર બેસનાર નાગાજણ હાલ બેકાર છે અમરોલી પોલીસે બંને લોકોની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
થઇ કાયદેસરની કાર્યવાહી
આ રિલ બનાવનાર યુવકોના વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગયો. પરંતુ તમને જણાવી દઈએ કે વિડીયો વાયરલ થતા જ અમરોલી પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વિડીયોમાં દેખાતા યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ બાદ બંને યુવકોની એક તસ્વીર પણ સામે આવી હતી. ખલનાયક ફિલ્મના ગીત પર સ્ટંટ કરનાર યુવકોની જ્યારે ધરપકડ કરાઈ ત્યારે સ્ટંટબાઝ યુવકો પોલીસ મથકમાં હાથ જોડીને બેસી ગયા.
અહીં જુઓ વિડીયો:
આ પણ વાંચો: Vadodara: મેયર કેયુર રોકડીયાની પુત્રીથી કિશોરોમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત, જાણો વેક્સિનને લઈને કેવો ઉત્સાહ
આ પણ વાંચો: બોલીવુડની આ એક્ટ્રેસો રહે છે હંમેશા સાસુ-સસરા સાથે, જાણો કોણ છે લિસ્ટમાં સામેલ