Vadodara: મેયર કેયુર રોકડીયાની પુત્રીથી કિશોરોમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત, જાણો વેક્સિનને લઈને કેવો ઉત્સાહ
Vadodara: 15 થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનો પ્રારંભ થયો છે. જેમાં અટલાદરા સ્થિત GPS સ્કૂલ ખાતે રસી આપવાનું શરૂ કરાયું છે. બાળકોમાં વેક્સિનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Vaccination in Vadodara: દેશની સાથે રાજ્યભરમાં તરુણોને વેક્સિન આપવાની કામગીરી શરુ થઇ ગઈ છે. ત્યારે વડોદરામાં ()Vadodara 15 થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે અટલાદરા સ્થિત GPS સ્કૂલ ખાતે રસી આપવાનું શરૂ કરાયું છે. ત્યારે પહેલા જ મેયર કેયુર રોકડીયાની પુત્રીને વેક્સિન આપવામાં આવી છે. તો આ GPSમાં વિદ્યાર્થીઓ વાલીઓ સાથે રસી લેવા પહોંચ્યા છે.
જણાવી દઈએ કે વડોદરા શહેરમાં 75 સ્થળોએ કિશોરોને રસી આપવા વ્યવસ્થા ગોઠવાઈ છે. ત્યારે તંત્ર દ્વારા તાબડતોબ તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. જે પગલે હાલ વેક્સિનેશનનું કામકાજ ચાલુ છે. આ સાથે જ જણાવી દઈએ કે રાજ્યના દરેક જીલ્લમાં આ કામગીરી શરુ થઇ ગઈ છે.
ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ગાંધીનગરના (Gandhinagar) કોબામાંથી બાળકોના રસીકરણ મહાભિયાનનો શુભારંભ કરાવ્યો. ગાંધીનગર નજીક કોબાની જી ડી કોબાવાલા હાઈસ્કૂલથી રસીકરણનો આરંભ કરાવ્યો. મુખ્યપ્રધાન થોડીવારમાં સ્કૂલમાં પહોંચી 15થી 18 વર્ષના બાળકોને કોરોના સામે સુરક્ષા કવચ રૂપી વેક્સિનેશન ડ્રાઈવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
આ પણ વાંચો: ખેડૂતોને શેરડીમાંથી વધુ કમાણી માટે જરૂરી છે સિલિકોન, વૈજ્ઞાનિકોએ આપી આ ખાસ સલાહ
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
