AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો ! AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી કરી રહ્યાં હતા વંદે ભારતમાં મુસાફરી

વંદે ભારત ટ્રેનના જે કોચમાં ઓવૈસી સવાર હતા તે જ કોચમાં પથ્થર વાગ્યો હતો. વારિસ પઠાણે પોતાના ટ્વીટમાં ઓવૈસીની આ મુલાકાત સાથે જોડાયેલી ઘણી તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં ટ્રેનની વિન્ડશિલ્ડ તૂટેલી જોવા મળી રહી છે.

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો ! AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી કરી રહ્યાં હતા વંદે ભારતમાં મુસાફરી
Asaduddin Owaisi
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 6:51 AM
Share

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી સોમવારે ગુજરાત પહોંચ્યા હતા. આ દરમિયાન વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પથ્થર ફેંકવાનો મામલો સામે આવ્યો છે. AIMIM નેતા વારિસ પઠાણે દાવો કર્યો છે કે ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અસદુદ્દીન ઓવૈસી પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે એવો દાવો કર્યો છે કે આ હુમલો ઓવૈસીને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.

વારિસ પઠાણે આ મામલે ટ્વીટ કર્યું હતું કે “આજે સાંજે જ્યારે અમે અસદુદ્દીન ઓવૈસી સાહેબ, સાબીર કાબલીવાલા સાહેબ અને AIMIMની ટીમ અમદાવાદથી સુરત જતી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો અને કાચ તોડી નાખ્યા.” કહેવામાં આવી રહ્યું છે કે જે ટ્રેનમાં ઓવૈસી સવાર હતા તે જ કોચમાં પથ્થર વાગ્યો હતો. વારિસ પઠાણે પોતાના ટ્વીટમાં ઓવૈસીની આ મુલાકાત સાથે જોડાયેલી ઘણી તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં ટ્રેનની વિન્ડશિલ્ડ તૂટેલી જોવા મળી રહી છે.

કોંગ્રેસને પડકાર ફેંક્યો

આ પહેલા ઓવૈસીના પક્ષને ભાજપની બી ટીમ કહેવા બદલ કોંગ્રેસ પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું હતું કે જે લોકો અમને ભાજપની બી ટીમ કહે છે તેમને હું ખુલ્લો પડકાર ફેંકું છું કે તેઓ ટીવી9 પર આવીને મારી સાથે ચર્ચામાં સામેલ થાય. તેઓ મારી સામે 6 મિનિટ પણ ટકી નહી શકે.

ઓવૈસીએ કહ્યું, દિગ્વિજય સિંહ મારા કોઈ કાકા નથી થતા, અમે એમના જેવા કાકા નહી, એમના જેવાને મામુ બનાવીએ છીએ. તેમણે એમ પણ કહ્યું, હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે જો આવા લોકો રાહુલ ગાંધીની આસપાસ જ રહે તો વિપક્ષને કંઈ કરવાની જરૂર નહીં રહે.

તેમણે કહ્યું કે પ્રામાણિકપણે આ લોકો નથી વિચારતા કે કોંગ્રેસ કેમ સતત હારી રહી છે. કોંગ્રેસ નેતૃત્વ એટલે કે રાહુલ પાસે તાકાત નથી, એટલે જ મોદી બે વખત ચૂંટણી જીત્યા. કારણ કે, જો રાહુલ ગાંધી આવા લોકોથી ઘેરાતા રહેશે તો માનો, કોંગ્રેસની એ જ હાલત રહેશે, જે આજે છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">