વ્યવસાય વેરા નાબુદી અંગે રત્નકલાકારોને સરકારે ફરી આપ્યું લોલીપોપ! અનેક રજૂઆત ગઈ પાણીમાં
ડાયમંડ વર્કર યુનિયન વ્યવસાય વેરા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ સુરતના હીરા ઉદ્યોગના આગેવાનોએ રજૂઆત કરી હતી અને આ મુદ્દો કેબિનેટમાં ચર્ચા માટે નક્કી કરાયો હતો પરંતુ હજુ સુધી આ પ્રશ્ન ચર્ચા માટેનું મુહૂર્ત જ નિકળ્યું નથી.
હીરાઉધોગ (Diamond Industry ) ના રત્નકલાકારો કામદાર ની વ્યાખ્યા મા આવે છે અને હીરાઉધોગ એ રત્નકલાકારો (Workers ) નો વ્યવસાય નથી એ ઉધોગપતિઓ નો વ્યવસાય છે રત્નકલાકારો તો ઉદ્યોગપતિ ફેકટરીમા કામદાર તરીકે કામ કરવા જાય છે એટલે રત્નકલાકારો પાસે થી વ્યવસાય વેરો(Tax ) લેવો એ ગેરવાજબી છે .
ત્યારે ડાયમંડ વર્કર યુનીયન ગુજરાત અને સ્વ જયસુખ ગજેરાના રત્નકલાકાર વિકાસ સંઘે રત્કનલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવાની ભૂતકાળમાં અઢળક રજૂઆતો સરકારને કરી હતી .જેને અનુસંધાને સુરતના પ્રજા ના પ્રતિનિધિ ઓ અને સુરત ડાયમંડ એસોસિએશન ના તત્કાલીન પ્રમુખ તથા જી.જે.ઇ. પી.સી.ના ચેરમેન દિનેશભાઇ નાવડીયા અને હીરાઉધોગ ના અગ્રણીય ઉધોગપતિઓ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળ્યા હતા .
એ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વ્યવસાય વેરાનો મુદ્દો કેબિનેટ મા ચર્ચા મા લેવા મા આવશે અને વ્યવસાય વેરો નાબૂદ કરવા મા આવશે એવુ આશ્વાસન આપેલ હતુ પરંતુ રાત ગઇ બાત ગઇ રત્નકલાકારોનો આક્રોશ ઓછો થઇ જતા નેતા ઓ ઉધોગપતિઓ અને આગેવાનો વ્યવસાય વેરા ની વાત ને જાણે કઇ બન્યુ નથી એવી રીતે ભૂલી ગયા છે .
ડાયમંડ વર્કર યુનિયન વ્યવસાય વેરા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ સુરતના હીરા ઉદ્યોગના આગેવાનોએ રજૂઆત કરી હતી અને આ મુદ્દો કેબિનેટમાં ચર્ચા માટે નક્કી કરાયો હતો પરંતુ હજુ સુધી આ પ્રશ્ન ચર્ચા માટેનું મુહૂર્ત જ નિકળ્યું નથી.
આ બાબતે ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું કે , ભૂતકાળણાં રત્નકલાકારોના વ્યવસાય વેરા બાબતે હીરા ઉદ્યોગના જે આગેવાનોએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરી હતી અને સમગ્ર પ્રશ્ન આગેવાનોના તેમની સામે સવાલો કેબિનેટમાં ચર્ચા માટે લઈ જવાની ઉભા થઇ રહ્યા છે અને હીરાઉધોગના બાહેધરી આપવામાં આવી હતી ત્યારે રત્નકલાકારોને નેતા ઉધોગપતિઓ બાહેધરી હજુ પણ બાહેધરી જ બની અને આગેવાનો ફરી છેતરી ગયાનો અનુભવ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ મામલે ફરી લડત આપવા ડાયમંડ વર્કર રણનીતિ નક્કી કરી રહ્યા છે.